વડોદરા પાસે જરોદ ચોકડી પર ટ્રક અને ઈકો ગાડી વચ્ચે ભયાનક અકસ્માત

વડોદરાના જરોદ ચોકડી પાસે હાઇ-વે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં એક ટ્રક અને ઈકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર ચોતરફથી દબાઇ ગઇ હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ઘટનામાં ઇકો કારમાં જ ચાલક દંપતિનું મૃત્યુ થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેમના મોતની આશંકા સેવાઇ રહી છે. હાલા આ અંગે સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી. અકસ્માત સ્થળ પર અલગ-અલગ અંતરે બે ટ્રક આડા પડ્યા છે. જે પૈકી એકની નીચે રીક્ષા ચગરાઇ છે. આમાં બે કાર અને એક રીક્ષાને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું જાેવા મળી રહ્યું છે. આ મામલે જરોદ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
આ માર્ગ અકસ્માત અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે જરોજ ચોકડી, હાઇ-વે પર મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભારદારી ટ્રક માલસામાન સાથે રસ્તા પર આડો પડેલો જાેવા મળ્યો છે. તો તેની પાસે એક ઇકો કાર ચોતરફથી ચગદાયેલી હાલતમાં મળી આવી છે. ચોતરફથી ચગદાયેલી ઇકો કારમાં ચાલક દંપતિનું મોત થયું હોવાનું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના સ્થળથી પાંચ-સાત ડગલાં દુર જ એક ટેન્કર ઉંધુ કાર પર પડ્યું છે. જેની નીચે અન્ય એક કારનો ભાગ દબાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ બે શખ્સો કારમાં હતા જેમની હાલત અત્યંત ગંભીર છે. આ અકસ્માત થયા હોવાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ જરોદ પોલીસ દ્વારા રસ્તા પરનો ૩ કિમી જેટલો લાંબો ટ્રાફીક દુર કરીને સ્થિતી કાબુમાં લેવાની સાથે જ અતિ ગંભીર ઇજાગ્રસ્તોની ઓળખ કરીને વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
Recent Comments