વડોદરા પોલીસની પીસીઆર વાનમાં હેડ કોન્સ્ટેબલે ૨ મિત્ર સાથે દારુ પીધો
હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયાપોલીસનું કામ છે કાયદાનું અમલ કરાવવું અને આરોપીઓને પકડવાનું. પરંતુ હવે પોલીસ ખુદ કાયદા તોડતી થઈ છે. વડોદરા પોલીસનો હેડ કોન્સ્ટેબલે પોલીસની જ ગાડીમાં બેસીને કાયદો તોડ્યો. હેડ કોન્સ્ટેબલે પીસીઆર વાનમાં મિત્રો સાથે બેસીને દારૂ પીડો હતો. જે અંગે જાગૃત નાગરિકે જ ફોન કરીને પોલીસને દારૂપાર્ટીની માહિતી આપી. મુજમહુડાના હનુમાનજી મંદિર પાસે દારૂ ઢીંચતા હતા, ત્રિપુટી નશામાં લથડિયાં ખાતી હતી. ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા.
ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પીસીઆ ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જાેડાયા હતા. જાહેરમાં ઁઝ્રઇ વાનમાં દારૂની મહેફીલ માણતા હતા,
જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જેના બાદ પોલીસે એક્શન લીધુ હતું કે, દારૂની મહેફિલ માણતા પોલીસ સહિત ત્રણ ઝડપાયા હતા. ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. પરંતુ આ ઘટના વડોદરા પોલીસની આબરુના ધજાગરા ઉડાવે તેવી છે. મહિલા માટે ખાસ બનાવેલી પોલીસની શી-ટીમની ગાડીમાં જ શરાબની મહેફિલ ખુદ પોલીસ દ્વારા કરાતી હોવાની ઘટના બનતા પોલીસની ઈમેજ પર ફરી કાળો દાગ લાગ્યો છે.
Recent Comments