fbpx
ગુજરાત

વડોદરા પોલીસે શરૂ કરેલ પોલીસ પાઠશાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પરપ્રાંતી શ્રમિકો ના બાળકો માટે વડોદરા પોલીસ પાઠશાળા આશીર્વાદ રૂપ

વડોદરા પોલીસ નું પરપ્રાંતી શ્રમિકો ના બાળકો ઉપર અપાર વાત્સલ્ય વડોદરા પોલીસ નો રચનાત્મક અભિગમ પોલીસ માત્ર ગુના ઓનું જ નહીં પણ ગરીબો નું પણ વિચારે છે વડોદરા ના માજલપુર સ્થાનિક પોલીસ નો હકારાત્મક અભિગમ પોલીસ પઠશાળા ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ખુશ ખુશાલ પોલીસ પાઠશાળા નો નવતર પ્રયોગ વડોદરા પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ માંજલપુર ના કુમાવત સાહેબ ના બેનમૂન પ્રયાસ થી પોલીસ પાઠશાળા શરૂ કરાય વડોદરા ના માંજલપુર વિસ્તાર માં ખૂબ મોટી ઔદ્યોગિક વસાહત  જી.આઈ.ડી.સી માં દેશભર ના અલગ અલગ પ્રાંત રાજ્યો માંથી આવતા શ્રમિકો દિવસ દરમ્યાન પોતા ના કામ ધંધા રોજગાર સ્થળે જતા રહેતા હોય છે આવા પરપ્રાંતી શ્રમિકો ના અસંખ્ય ઝુંપડા માં અસંખ્ય  બાળકો શિક્ષણ થી વંચિત ન રહે પરપ્રાંતી શ્રમિકો ના બાળકો શિક્ષિત બને દીક્ષિત બને તેવા ઉચ્ચ આદર્શ થી વડોદરા પોલીસ દ્વારા સ્નેહાળ શિશુ ઓ માટે પોલીસ પાઠશાળા શરૂ કરી

જે સમગ્ર રાજ્ય પ્રથમ વાર જ પોલીસ પાઠશાળા થી બાળકો અને જન સામાન્ય ને પોલીસ પ્રત્યે નો દ્રષ્ટિકોણ બદલાશે ખરા રૂપે પોલીસ અને પ્રજા મિત્ર છે બાળ માનસ પોલીસ પ્રત્યે નું ભય નું ચિત્ર દૂર થશે અભ્યાસ કાળ થી જ પોલીસ ની ફરજ આદર્શ આચારસંહિતા નું આચરણ સમય બદ્ધતા વચન પાલન શિસ્ત જેવા ઉમદા ગુણો અભ્યાસ થી આવશે પોલીસ પાઠશાળા ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના હસ્તે શ્રમિક પરિવારો ના બાળકો ને મકરસંક્રાંતિ ના પર્વે પતંગ દોરા વિતરણ કરાયા કોઈ બાળક પતંગ પાછળ દોડી કોઈ માર્ગ અકસ્માત નો ભોગ ન બને તેવા સુંદર ઉદેશ થી પતંગ દોરી ફીરકી અને અલ્પહાર વિતરણ કરતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ વડોદરા પોલીસ ની પાઠશાળા થી ખૂબ ખુશી વ્યક્ત કરી પોલીસ પરિવાર ના આ વાત્સલ્ય પૂર્વક ના અભિગમ ની સરાહના કરી 

Follow Me:

Related Posts