વડોદરા પોલીસે ૧.૯૧ લાખનો દારુ જથ્થો ઝડપ્યોઃ બુટલેગર ફરાર
શહેર નજીક સાકરદા, ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડી હતી. જાેકે, બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા ૧.૯૧ લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે તેઓએ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઇ વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જાેકે પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તપાસ કરતાં કારમાંથી રૂપિયા ૧,૯૧,૫૦૦ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૫૭ પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૬,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી બાજુ પોલીસે કારના નંબરના આધારે આ કાર કોની હતી, તે અંગે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વિગતો બહાર આવશે.
Recent Comments