વડોદરા પોલીસ અને પાલિકા દ્વારા ભીડ અને માસ્કનું ચેકિંગ કરી દંડ ફટકારવાનું અભિયાન
વડોદરા શહેરમાં પોઝિટિવ આવેલા દર્દી પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૬૯ દર્દી નોંધાયા હતા, જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૨૨ અને ૬૧૮ લોકો હોમ આઇસોલેશન અને દવાખાનામાં ૧૦૪ દર્દી દાખલ છે. જે પૈકી ૫૪ દર્દી ઓક્સિજન પર છે. બીજી તરફ સંક્રમણ વધતું રોકવા જાેઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરાઈ છે. જે માર્કેટ, મોલ-મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, મેરેજ હોલ સહિતના સ્થળોએ કોરોના અંગેની સૂચનાનું ચુસ્ત પાલન થાય છે કેમ તેની નજર રાખશે. વડોદરામાં ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને વેક્સિનેશન ૫૦ ટકાને પાર થઈ ગયું છે.
આજે ૧૫થી ૧૮ વર્ષના ૭૪૪૯ કિશોરોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં ૧૫થી ૧૮ વર્ષની વયના કિશોરોનું વેક્સિનેશન ૫૨.૯૨ ટકા થયું છે. જ્યારે ૧૮થી ૪૪ વર્ષના ૪૦૨૩ લોકોને વેક્સિનનો પ્રથમ અને ૩૬૨૨ લોકોને વેક્સિનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. કુલ મળીને આજે શહેરમાં ૨૦૯૮૦ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.વડોદરામાં વધી રહેલા કોરોનાના કેસ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (ફસ્ઝ્ર) અને શહેર પોલીસ સફાળી જાગી ઉઠી છે. બંનેએ ભેગા મળી જાેઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (ત્નઈ્)ની રચના કરી છે. આ ટીમ શહેરમાં આજથી માર્કેટ, મોલ, જાહેર માર્ગો પર માસ્ક ન પહેરાનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારાઓને દંડ ફટકારશે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા આજે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘ દ્વારા વડોદરા શહેરમાં સંયુક્ત કામગીરી કરવા માટે જાેઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (ત્નઈ્)ની રચના કરવામાં આવી છે.
આ ટીમ શહેરના માર્કેટ, મોલ, મલ્ટિપ્લેક્ષ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, મેરેજ હોલ અને જાહેર સ્થળોએ કોરોના અંગે સરકારની ગાઇડ લાઇનનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, નાગરિકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરશે અને તેનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી આજથી કરવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડને અનુલક્ષીને વડોદરાના પ્રભારી સચિવ તરીકે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની નિયુક્તિ કરી છે. અગાઉની બે લહેરો દરમિયાન તેમણે આ મહામારી સામેની લડાઇમાં તંત્રનું નેતૃત્વ અસરકારક રીતે કર્યું હતું. હવે ફરી એકવાર તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૭૬ કેસ નોંધાયા છે.
આમ કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૩,૪૧૧ ઉપર પહોંચી ગઇ છે અને વધુ ૪૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૭૨,૦૬૬ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. ગુરૂવારે વડોદરા શહેરમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં ૬૯ કેસ નોંધાયા હતા.
Recent Comments