વડોદરા ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ
વડોદરા શહેરના વોર્ડ નંબર ૧૭ માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ છે. શહેરના આ વોર્ડમાં શૈલેષ પાટીલને ભાજપ તરફથી મેન્ડેટ મળવાની અટકળો છે. આ કારણે પાર્ટીના જ કાર્યકરોમાં ઉગ્ર રોષ છે. ચૂંટણીમાં ટીકિટના મામલે વડોદરા શહેરના વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરો શહેરના જલપુરના ધારાસભ્ય યોગશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરોએ ધારાસભ્ય યોગશ પટેલને જણાવ્યું હતું કે સક્રિય કાર્યકરોને તક નહી અપાયતો વોર્ડ ટીમ સહિતના કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરોએ ધારાસભ્ય યોગશ પટેલને જણાવ્યું હતું કે સક્રિય કાર્યકરોને તક નહી અપાયતો વોર્ડ ટીમ સહિતના કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ મામલે પ્રદેશ નેતાગીરી પણ મુંઝવણમાં મુકાઈ છે.
Recent Comments