શહેરના વિવિધ વિસ્તારમાં ચોરીના ત્રણ બનાવો બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોરવા પંચવટી નજીક બરોડા સ્કાયમાં રહેતા શીખાબેન પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૩મીએ હું રૃમમાં ગઇ ત્યારે મારે ત્યાં કામ કરતી મહિલા મારા પતિનું પર્સ જાેઇ રહી હતી.જેથી મેં તેને પૂછતાં પર્સ પડી ગયું હોવાથી અંદર ડ્રોઅરમાં મૂકી રહી હતી તેમ કહ્યું હતું.ત્યારબાદ મેં કબાટો તપાસતાં આઠ ગ્રામનું મંગળસૂત્ર અને ચાંદીનું પેન્ડન્ટ મળી કુલ રૃ.૪૫ હજારના દાગીના ગૂમ જણાયા હતા.જેથી ગોરવા પોલીસમાં ફરિયાદ કરી હતી.જેથી પીઆઇ કિરીટ લાઠિયાએ સુમિત્રા ચૌહાણની અટકાયત કરી દાગીના કબજે કર્યા છે. બરોડા ડેરીમાં દૂધના ટેમ્પાનો રૃટ ધરાવતા આમલીયારાના જિતેન્દ્ર અંબાલાલ ભટ્ટે પોલીસને કહ્યું છે કે,તા.૨૦મીએ સવારે ટેમ્પાના ડ્રાઇવર દૂધ ઉતારવા માટે સદર બજાર ફતેગંજમાં ગયા હતા ત્યારે દરવાજાનું લોક ખુલ્લુ રહી જતાં કોઇ શખ્સ અંદરથી રોકડા રૃ.૯૦ હજાર તેમજ મોબાઇલ ચોરી ગયો હતો. જ્યારે,મુજમહુડા ખાતે સાકાર બંગ્લોઝમાં રહેતા અનિલભાઇના મકાનમાં ગઇરાતે ચોરોએ દરવાજાે તોડયો હતો.પરંતુ અંદરથી કાંઇ હાથ લાગ્યું નથી.જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચોરીના ત્રણ બનાવો બનીયા કામવાળી મહિલા દાગીના ચોરી કરતા પકડાઇ

Recent Comments