શહેર નજીકના વિરોદ ગામ પાસે ઘર નજીક ઉભેલી બે વર્ષની બાળકીને એક ટ્રક ચાલકે અડફેટે લઇ ઢસડી જતા બાળકીનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં પદમલા ગામ મીની નદીના બ્રિજ પર ખાડામાં બાઇક પડતા પાછળ બેસેલી મહિલા ઉછળીને રોડ પર પટકાતા તેનું મોત થયું હતું. ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના આસોજ ગામે નવી નગરીમાં રહેતા ઘનશ્યામભાઇ પઢિયાર હાલ વડોદરા નજીક વિરોદ દેણા ગામ રોડ પર રહે છે.ગઇકાલે રાતે તેમની ૨ વર્ષની પુત્રી ઘરની બહાર રોડની સાઇડ પર ઉભી હતી.
તે દરમિયાન એક ટ્રક ચાલકે તેને અડફેટે લીધી હતી. ટ્રક ચાલક બાળકીને ઢસડી લઇ ગયો હતો. જેથી, તેના શરીરના ફૂરચા નીકળી ગયા હતા. બાળકીનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મંજુસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, છાણી વિસ્તારમાં રહેતો પંકજ કનુભાઇ પરમાર ગઇકાલે સાંજે છ વાગ્યે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામે રહેતી માતા કુસુમબેન ને બાઇક પર બેસાડી વડોદરા ગરબા જાેવા માટે લઇને આવતો હતો. વાસદથી વડોદરા આવતા પદમલા ગામ મીની નદીના બ્રિજ પરથી પસાર થતા સમયે રોડ પરના ખાડામાં બાઇક પટકાતા પંકજે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા પાછળ બેઠેલા કુસુમબેન ઉછળીને નીચે પટકાયા હતા.
તેઓેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેઓને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. બનાવ અંગે છાણી પોલીસે પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજવાથી વાઘોડિયા ચોકડી બ્રિજ તરફ હાઇવે પર રોડ ક્રોસ કરતા ૬૪ વર્ષના મનુભાઇ ડાહ્યાભાઇ રાઠોડ ને એક ટ્રક ચાલકે અડફેટે લેતા માથા તથા હાથ પર ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ થતા કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલક ઇજમાઉલ નસીમખાન પઠાણ ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે પોલીસે તેની ઓળખ કરી હતી. જાેકે, તેના કોઇ સંબંધી મળી આવ્યા નથી.
Recent Comments