વડોદરા શહેર નજીક ખટમ્બા ગામમાં રહેતી યુવતિએ પાર્ટનરના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

શહેર નજીક ખટમ્બા ગામમાં ભાડે રહેતી અને ડોગ રેસ્ક્યૂનું કામ કરતી યુવતિએ લીવ ઇન પાર્ટનરના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. જીવદયા પ્રેમી મૃતક યુવતીની બહેન સ્નેહલબેન સુરજકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી બહેન શર્મિષ્ઠા દિનેશભાઇ તડવી અને અતુલ ચંદુભાઇ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા. શર્મિષ્ઠાબેન ડોગ રેસ્ક્યૂનું કામ કરતા હતા. અને તેઓ કલ્પના જીવ આશ્રય નામથી ડોગ રેસ્ક્યૂની એનજીઓનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હતા.
પરંતુ તેઓની આ વાતથી તેમનો લીવ ઇન પાર્ટનર અતુલ ચંદુભાઇ રાજ સહમત ન હતો. છેલ્લા બે માસથી શર્મિષ્ઠાબેન સાથે સંસ્થાનું રજીસ્ટ્રેશન નહીં કરાવવા માટે અતુલ ચંદુભાઇ રાજ ઝઘડો કરતો હતો. આ સાથે જ તે મારી બેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આટલેથી નહીં અટકતા અતુલ ચંદુભાઇ રાજ પોતાનું કહ્યું થાય અને, શર્મિષ્ઠાને દબાણમાં લાવવા માટે તેના પર અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ હોવાનું ખોટું આડ (આરોપ) મુકતો હતો. અને તે ખોટા વહેમને રાખીને શર્મિષ્ઠા જાેડે ઝઘડો કરતો હતો. ૨૪, ઓક્ટોબરના રોજ બંને વચ્ચે ફોન પર મોટો ઝઘડો થયો હતો. જેમાં અતુલ રાજે શર્મિષ્ઠાને ફોન પર ગંદી ગાળો બોલીને આડા સંબંધો અંગે ખોટું આડ (આરોપ) મુકીને ભયંકર માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળીને શર્મિષ્ઠાએ ઘરના સિલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. પોલીસે અતુલ ચંદુભાઇ રાજ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments