સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસીમાં આવેલા ભાવના ટ્રાન્સપોર્ટમાં પાર્સલોમાંથી ૮ પાર્સલમાં રૂ. ૭૧,૬૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બી-ડિવીઝન પોલીસે આ મુદામાલ જપ્ત કરી મુંબઇથી માલ મોકલનાર અને ભચાઉ માલ મંગાવનાર સામે ગુનો દાખલ કર્યો હતો. દારૂ-જુગારીની બદ્દીને દૂર કરવા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, ડીવાયએસપી એચ.પી.દોશી, સર્કલ ઇન્સ્પેકટર આર.ડી.પરમારના માર્ગદર્શન નીચે બી-ડિવિઝન પોલીસ કામગીરી કરી રહ્યા હતા. તેમના ટ્રાન્સપોર્ટમાં મુંઇથી ભચાઉ માટેના આવેલા ૮ પાર્સલ શંકાસ્પદ હતા. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની રૂ. ૭૧,૬૦૦ની કિંમતની નાની-મોટી કુલ ૫૪૭ બોટલ મળી હતી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ વી.આર.જાડેજા, અજીતસિંહ સોલંકી, રાજુભાઈ પઢેરીયા, શક્તિસિંહ ચૌહાણ, અજયસિંહ ડોડીયા સહિતની ટીમ જાેડાઇ હતી. આ બનાવમાં મુદામાલ મોકલનાર ટેક કનેકટ રિટેઇલ અંધેરી મુંબઇ, માલ મંગાવનાર કચ્છના ભચાઉના કિશન એગ્રો સેન્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી.
વઢવાણ જીઆઈડીસીમાં પાર્સલોની આડમાં ૫૪૭ દારૂની બોટલ મળી આવી

















Recent Comments