વઢિયારના સાહિત્યિક ક્ષેત્રે એક ગૌરવની ઘટના સર્જાઈ છે. તા. 22મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં એક જ સમયે 57 પુસ્તકોનું વિમોચન થતાં આ વિક્રમની નોંધ એક સાથે પ્રાદેશિક ભાષામાં સૌથી વધુ પુસ્તકોનું વિમોચન શિર્ષક હેઠળ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ લેખકોમાં વઢિયાર પંથકના રાઘવ વઢિયારી અને ડૉ.કિશોર ઠક્કર સાથે ભારતના વિવિધ શહેરોમાંથી કુલ મળીને 57 પુસ્તકો અને 59 લેખકોના એક સાથે પુસ્તકોનું વિમોચન અંજાર ખાતે થયું હતું.
નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સમૂહ દ્વારા સંયુક્ત રીતે સ્વતંત્રતાનાં અમૃત પર્વ વર્ષમાં ભારતીય સાહિત્યને વૈશ્વિક સ્તરે પહોંચાડી એક ઐતિહાસિક શરૂઆતથી વિક્રમ સ્થાપિત કરવાના એક દઢસંક્લ્પ સાથે કાર્ય કરી રહ્યું છે. જેમાં એક જ દિવસે 50થી વધુ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. નેક્સેસ પબ્લિકેશનના કૌશલ જોષી અને સંકલ્પ સાહિત્યના સાગર ચોચેટા હાજર રહ્યા હતા. રાધનપુર તાલુકાના રઘુ શિવાભાઈ રબારીના અમર આંબો નવલકથા અને ડૉ.કિશોર ઠક્કરના ગઝલસંગ્રહ જીવી ગયો છું પુસ્તકોનું વિક્રમી વિમોચનમાં સમાવેશ થયો છે.
આ બન્ને સર્જકોને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના શિલ્પા અને દાસ દ્વારા એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવને લગતા પુસ્તકો, કવિતાઓ, ગઝલ, લઘુ નવલ, બાળ સાહિત્ય, ભારતીય ઇતિહાસને ઉજાગર કરતાં પુસ્તક, પ્રાચીન ભારતિય સંસ્કૃતિના મૂલ્ય આધારિત પુસ્તકોનો સમાવેશ કર્યો છે.
Recent Comments