fbpx
અમરેલી

વતનનું રતન મહેશભાઈ કસવાળા જેની ઈમાનદારીના વખાણ કરે તે પાલિકા સદસ્ય પ્રતીક નાકરાણી મેહુલ ત્રિવેદીએ બે વર્ષ બાદ જાહેર જનતા બાગનીં સફાઈ કરાવી..

હાલ ચોમાસાની સિઝન હોવાથી સાવરકુંડલાના જાહેર જનતા બાગમાં ઘાસ ખડ ખૂબ ઊગી નીકળ્યું હતું. અહીં વહેલી સવારમાં અનેક લોકો મોર્નિંગ વોક માટે આવે છે સાવરકુંડલા શહેરના અગ્રણી  ડોક્ટરો વકીલો સારા નાગરિકો અહીં વહેલી સવારે મોર્નિંગ માટે વોક માટે આવતા હોવાથી અહીં લોકોને વારવાર મુશ્કેલ થઈ રહી હતી ત્યારે વધુ પડતા ચોમાસાને કારણે ઘાસ ખૂબ પુષ્કળ પ્રમાણમાં નીકળ્યું હતું જે કારણોસર જીવજંતુ મચ્છરનો ખૂબ ત્રાસ હતો આથી સતત બે વર્ષ બાદ સાવરકુંડલાના નગરપાલિકાના હોનહાર સદસ્ય પ્રતિકભાઈ નાકરાણી મેહુલભાઈ ત્રિવેદી તથા જીગ્નેશભાઈ દ્વારા આઠ દિવસ પોતાનો કિંમતી સમય ફાળવી લગભગ મજૂરોની ફોજ ખડી કરી અહીં આ તમામ ઘાસનો નિકાલ કરી જનતા બાગની  સાફ-સફાઈ કરી સાફ સુથરૂ બનાવ્યું હતું જે સાફ-સફાઈ થઈ જતાં જીવ જંતુનો નાશ થયો હતો અને લોકો અહીં ફરવા મોજ માણવા માટે પણ  સતત જનતા ભાગમાં આવી રહ્યા છે

ત્યારે બે વર્ષથી કોઈ સાફ-સફાઈ થઈ ન હોવાને કારણે જનતા ભાગમાં ભારે કચરો તથા ઘાસ સ્થળ ઊગી નીકળી ગયું હતું જે કાણોસર લોકોને ભારે હાલાકી પડતી લોકોને સાંજે ફરવા માટેનો એકમાત્ર સ્થળ હોવાથી લોકોની  ફરિયાદ પ્રતિકભાઇ તથા મેહુલભાઈ ત્રિવેદીને મળતા તેઓએ રૂબરૂ ઘટના સ્થળ પર જઈ અને આ બગીચાને સાફ-સફાઈ કરાવી હતી અહીં તેઓ દ્વારા મજૂરોની ફોજ મૂકી દેવામાં આવી હતી અને તમામ ઘાસને કાઢી અને અને સફાઈ કરાવતા હાલ ફરીથી હવે લોકો બિન્દાસ ફરી શકે છે અને મોર્નિંગ વાળા પણ અહીં સવારમાં મોર્નિંગ તાજગી અનુભવી રહ્યા છે ત્યારે પાલિકાના સદસ્ય  મેહુલભાઈ ત્રિવેદી પ્રતિકભાઈ નાકરાણી તથા જીગ્નેશભાઈ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી  તેમની પર હાથ અભિનંદનની વર્ષા થઈ રહી છે એમ સોહિલ શેખની એક યાદીમાં જણાવાયું હતું.

Follow Me:

Related Posts