fbpx
અમરેલી

વતન ને વૃંદાવન બનાવવા ૭૧૧ વૃક્ષો રોપી વસંત પ્રસરાવતા યુવા શક્તિ સંગઠન ઠાંસા ગામના યુવાનો

દામનગર ના ઠાંસા વતન ને વૃંદાવન બનાવવા ૭૧૧ વૃક્ષો રોપી વસંત પ્રસરાવતા યુવા શક્તિ સંગઠન ઠાંસા ગામ ના  યુવાનો દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન ઠાંસા ગામ સુરત યુવા સંગઠન આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ૭૧૧ નું વૃક્ષારોપણ કરાયુંઓક્સિજન વાવેતર ના મહાયજ્ઞ માં રાજસ્વી શ્રી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર લાઠી તાલુકા કોંગ્રેસ રામજીભાઈ ઈસામલિયા આંબાભાઈ કાકડીયા  ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા હીરાભાઈ નવાપરા સરપંચ ધીરુભાઈ ઈસામલીયા મધુભાઈ નવા પરા ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત ના અગ્રણી લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર વન વન વિભાગ ના કર્મચારી શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં પધારેલ મહેમાનો ના હસ્તે ૭૧૧ ઉપકારક વૃક્ષો નું વાવેતર કરી છોડ માં રણછોડ વૃક્ષા  રોપણ જ નહીં વૃક્ષ ઉછેર માટે પરિવાર ના સભ્ય જેટલી જ મહતા થી ઉછેર કરવા યુવા શક્તિ સંગઠન ના યુવાનો નું આહવાન વૃક્ષ દાતા ઓનું પુષ્પગુંચ સ્મૃતિ ચિન્હ અર્પી સન્માન કરાયું હતું વતન ને વૃંદાવન બનાવવા માટે સખાવત અને શ્રમદાન કરતા ઉદારદિલ દાતા સ્વયંમ સેવી ઓનું વિશિષ્ટ સન્માન મહાનુભવો ના વરદહસ્તે કરાયું હતું વિરજીભાઈ ઠુંમરે વૃક્ષ ઉછેર માટે મનનીય વ્યક્ત આપ્યું હતું સુરત સ્થિત ઠાંસા ગામ ના યુવા શક્તિ સંગઠન ના સ્વેત વસ્ત્ર ધારી ટિમ દ્વારા વૃક્ષ ઉછેર માટે પાંજરા સાથે વૃક્ષા રોપણ કર્યું હતું ગામ માં વૃક્ષ ની મહતા દર્શવતા હદયસ્પર્શી સૂત્રો દ્વારા સુંદર અપીલ કરી વનવાસી ને વાચા આપતા વૃક્ષ પ્રકૃતિ પર્યાવરણ માં જીવન પર્યન્ત  દરેક જીવાત્મા ના સાથી છેસંકટ સમયે અડીખમ ઉભા રહી ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતા વૃક્ષો ની મહતા દર્શાવતા યુવા શક્તિ સંગઠન ઠાંસા ગામ ના સુરત સ્થિતિ યુવાનો એ વતન માં વસંત પ્રસરાવી વતન ને વૃંદાવન બનાવવા ભગીરથ કાર્ય કરતા સંતો રાજસ્વી અગ્રણી એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts