fbpx
રાષ્ટ્રીય

વધી રહેલા કેસ પર ઉૐર્ંએ આપી ચેતવણી કહ્યું કે “કોરોના ગયો નથી, સાવધાન રહો”

ઉૐર્ં ના પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે કોરોના હજુ ગયો નથી અને આવનારા સમયમાં હજુ પણ લહેર જાેવા મળી શકે છે. તેનો સંકત આપણને એ વાતથી પણ મળી રહ્યો છે કે ગત અઠવાડિયે ૫.૭ મિલિયન કોરોના કેસ સામે આવ્યા. જે પહેલાની સરખામણીએ ૬ ટકા વધુ જાેવા મળ્યા. મોતના આંકડાની વાત કરીએ તો ગત અઠવાડિયે આ વાયરસના કારણે ૯૮૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. લોકો કોરોના જતો રહ્યો છે એમ સમજીને બેદરકારી વર્તી રહ્યા છે અને માર્ગદર્શિકાનું પણ પાલન થતું નથી.

કોરોનાના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિથી વધી રહ્યા છે. મોતના આંકડામાં પણ વધારો જાેવા મળે છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં)એ એકવાર ફરીથી ચેતવણી ઉચ્ચારી છે અને કહ્યું છે કે કોરોનાની નવી લહેરોને પહોંચી વળા માટે તૈયાર રહો. નવા ૨૦ હજારથી વધુ કેસ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૪૪ દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન ૧૮,૩૦૧ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી ૫૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં ૧,૪૦,૭૬૦ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ ૪.૮૦% છે. વિશ્વ આરોગ્ય સંગઠન ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એકવાર ફરીથી કહ્યું છે કે કોરનાના નવા વેરિએન્ટ્‌સ આવતા રહેશે અને આપણે તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જાેઈએ.

તેમણે કહ્યું કે કોરોનાના હવે જે પણ નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે તે બધાના રૂપ અલગ છે. તેઓ વધુ ઝડપથી ફેલાતા જાેવા મળી રહ્યા છે. જેનાથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની સંખ્યા પણ વધતી જશે. આવામાં દરેક દેશે એક એક્શન પ્લાન તૈયાર રાખવો પડશે. વર્લ્ડ બેંકના એડવાઈઝર ઁરૈઙ્મૈॅ જીષ્ઠરીઙ્મઙ્મીાીહજ એ કહ્યું હતું કે દુનિયામાં એકવાર ફરીથી સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે.

મોતનો આંકડો પણ જે પહેલા ઓછો રહેતો હતો તે વધી ગયો છે. હાલ અમીર દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, જર્મની અને જાપાનમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે અપર મિડલ ક્લાસવાળા દેશોમાં બ્રાઝિલ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોરોનાના વધતા કેસ અંગે ઉૐર્ં ડાયરેક્ટર ્‌ીઙ્ઘિર્જ છઙ્ઘરટ્ઠર્હદ્બ ય્રીહ્વિીઅીજેજ એ પણ ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું છે કે કોરોનાના મોતનો આંકડો વધવો એ સારા સંકેત નથી. ઓમિક્રોનના સબવેરિએન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ના કારણે સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. અનેક દેશ કોરોનાને લઈને બેદરકાર બની ગયા છે. ટેસ્ટિંગ ઓછું કરી દેવાયું છે. જેના કારણે કોઈ પણ વેરિએન્ટને લઈને ચુસ્ત જાણકારી સામે આવી રહી નથી. તેના વ્યવહાર અંગે પણ કઈ સ્પષ્ટ થતું નથી.

Follow Me:

Related Posts