વધેલા ભાતમાંથી આ રીતે બનાવો ‘રસિયા મુઠિયા’, માત્ર 10 જ મિનિટમાં બની જશે
તમે પણ વધેલા ભાત ફેંકી દો છો? જો હા તો તમારે હવે અમારી આ રેસિપીથી ફેંકવા નહિં પડે. વધેલા ભાતમાંથી મસ્ત રસિયા મુઠિયા તમે બનાવી શકો છો. આ રસિયા મુઠિયા તમે ડિનરમાં ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણી લો કેવી રીતે ઘરે બનાવશો રસિયા મુઠિયા.
સામગ્રી
1 બાઉલ રાંધેલો ભાત (બપોરના વધેલા ભાત પણ તમે લઇ શકો છો.)
1 નાનો બાઉલ ઘઉંનો લોટ
1 નાનો બાઉલ ચણાનો લોટ
દહીં
મીઠા લીમડાના પાન
1 ગ્લાસ પાણી
1 ગ્લાસ ખાટી છાશ
આખા લાલ મરચાં
લાલ મરચું
હળદર
ધાણાજીરું
ગરમ મસાલો
તેલ
જીરું
હિંગ
સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
- વધેલા ભાતમાંથી રસિયા મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ભાત લો અને એમાં મીઠું સહિત ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા એડ કરો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખો અને લાલ સુકા મરચાં, હિંગ નાંખીને છાશ વધારી લો.
- હવે આ છાશને સતત હલાવતા રહો.
- છાશ હલાવતા સમયે ગેસ ધીમો કરવો ખૂબ જ જરૂરી છે.
- ત્યારબાદ વધેલા ભાતમાં બધા લોટ નાંખીને મસાલો કરો અને પછી લોટ બાંધી લો.
- હવે ગોળાકારમાં વાળી લો અને છાશ ઉકળે એટલે એમાં નાંખી દો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ઉપરથી થોડો મસાલો કરો અને મીઠા લીમડાના પાન નાંખો. જેથી કરીને સ્મેલ સારી આવે.
- હવે 5 મિનિટ માટે ઢાંકી દો.
- જેથી કરીને બધા મુઠિયા બરાબર ચઢી જાય અને થોડો રસો પણ ઘટ્ટ થાય.
- તો તૈયાર છે રસિયા મુઠિયા.
- આ રસિયા મુઠિયા પર તમે કોથમીર નાંખીને ગાર્નિશ કરો.
Recent Comments