આપણે સવારે રોટલી કે ભાખરી નાસ્તામાં કરીએ છીએ. અને બપોર જમવામાં રોટલી અને શાક બનાવીએ છીએ. પણ ઘણી વખત એવું બને કે સવારની અથવા તો બપોરની વધેલી રોટલી પડી રહે છે. જે રોટલીને આપણે ફેંકી દઈએ છીએ અથવા તો ગાયને ખવડાવીએ છીએ.. પણ આજે અમે આપને જણાવીશું ઘર પર જ કેવી રીતે બનશે હેલ્ધી અને ટેસ્ટી રોટલી પિઝા….
રોટલી પિઝા માટે જોઈશે…
– વધેલી રોટલી
– 2 મોટી ચમચી ચીઝ
– 1નંગ સમારેલી ડુંગળી
– 2 નંગ લીલા મરચા સમારેલા
– 1 નંગ કાપેલુ ટમેટુ
– 1 ચમચી બાફેલી મકાઈ
– કોથમીર
– 1 ચમચો ટામેટા સોસ
– 1 ચમચી તેલ
– કેપ્સિકમ
બનાવવાની રીત
સૌ પહેલા ઓવનને પ્રી હીટ કરો. બીજી તરફ ડુંગળી, ટામેટા અને લીલા મરચાને તેલમાં થોડા સાતડી લો. હવે રોટલી પર સોસ લગાવો. તેના પર ખમણેલું ચીઝ નાખો. હવે ચીઝ લગાવેલી રોટલી પર આ મિશ્રણને ઉમેરો. જે બાદ ફરીથી તેના પર ચીઝ નાખો, કેપ્સિકમ અને ધાણાભાજી નાખો. હવે તમે તેને ઓવનમાં મુકી દો 5 મિનિટ માટે. તો તૈયાર છે ગરમ -ગરમ બાળકોને ભાવતા પિઝા…
Recent Comments