રાષ્ટ્રીય

વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો ક્રિસ્પી ચેવડો, જાણો કેટલા દિવસ સુધી કરી શકશો સ્ટોર

તમારા ઘરે વધેલી રોટલીમાં તમે આ રીતે ક્રિસ્પી ચેવડો બનાવી શકો છો. આ ચેવડામાં ગળપણ હોવાથી તમે ડિશમાં લઇને એકલો પણ ખાઇ શકો છો. રોટલીનો આ ક્રિસ્પી ચેવડો ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે આ ચેવડો ઘરે બનાવશો.

સામગ્રી

7 થી 8 વધેલી રોટલી

મીઠા લીમડાના પાન

ઝીણુ સમારેલુ લીલુ મરચુ

તેલ

હળદર

મરચુ

મીઠું સ્વાદાનુંસાર

રાઇ

તલ

હિંગ

બૂરું ખાંડ

સમારેલા કાજુ

બદામ

બનાવવાની રીત

  • રોટલીનો ક્રિસ્પી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ રોટલીના નાનાં-નાનાં ટુકડા કરી લો.
  • હવે એક કડાઇમાં તેલ લો.
  • તેલ થાય એટલે એમાં રાઇ, હિંગ, કાજુના ટુકડા, બદામ નાંખો.
  • ઉપરની આ બધી વસ્તુઓ બે સેકન્ડ માટે તળો અને પછી હળદર અને તેલમાં હિંગ, મરચું અને હળદર એડ કરી દો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી બધા રોટલીના ટુકડા કડાઇમાં નાંખો.
  • રોટલીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી એ ક્રિસ્પી થાય.
  • રોટલી ક્રિસ્પી થઇ જાય પછી એમાં મીઠું અને બુરુ ખાંડ ઉમેરો.
  • હવે રોટલી ચેવડા જેવી કડક થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
  • તમારા ઘરમાં બધાને દ્રાક્ષ ભાવતી હોય તો તમે દ્રાક્ષ પણ નાંખી શકો છો.
  • આ સાથે જ તમે આ ચેવડામાં ડ્રાયફ્રૂટ્સ વધારે પણ એડ કરી શકો છો.
  • તમે આ રોટલીમાં કોથમીર નાંખીને પણ ખાઇ શકો છો.
  • તમને ગમતી વાત તો એ છે કે આ રોટલીને તમે ઓછામાં ઓછી 15 થી 20 દિવસ જેટલી સ્ટોર કરી શકો છો.
  • આ રોટલી તમે ઘરે આવેલા મહેમાનને આપો છો તો એમને પણ ખાવાની મજા પડી જાય છે.

Related Posts