fbpx
અમરેલી

વન્ય પ્રાણી સિંહની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા જાહેર જાગૃતિ માટે જાહેર રોડ પર મૂકવામાં આવેલ બોર્ડમાં વન  વિભાગના અધિકારીના નામ મોબાઇલ નંબર લખવા ભીખુભાઈ બાટાવાળાની લેખિત માંગ. 

વન્ય પ્રાણી સિંહની સુરક્ષા માટે વન વિભાગે વન્યપ્રાણી જાહેર માર્ગો ઉપર ગેરકાયદે સિંહ દર્શન કરનારાઓને જે તે વિસ્તારમાં લોકોની જાગૃતિ માટે જે બોર્ડ મૂક્યા છે તેમાં જે તે વિસ્તારના વન વિભાગના તમામ જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર, હેલ્પ લાઈન નંબરો લખવા બાબતે    જવાબદાર અધિકારીઓને ભીખુભાઈ બાટાવાળાએ લેખિતમાં વન્ય પ્રાણીની સુરક્ષા માટે માગણી કરી..  વન્ય પ્રાણી રક્ષિત વિસ્તારમાં રોડ ઉપરના બોર્ડમાં ગીર તથા રેવન્યુ વિસ્તારમાં લોકજાગૃતિ તેમ જ વન્ય પ્રાણીઓના રક્ષણ સાથે એશિયાની આન બાન અને શાન સમા સિહોના ગેરકાયદે સિંહ દર્શન રોકવા વન વિભાગ દ્વારા માર્ગ મકાન સ્ટેટ નેશનલ હાઈવે સહિતના રોડ ઉપર જાહેર બોર્ડ મૂકવામાં આવેલ છે તે સરાહનીય અને અભિનંદન પાત્ર છે. સિહોની વ્યાપક વસ્તીવાળા વિસ્તારમાં પણ બોર્ડ મૂકી ગેરકાયદે સિંહ દર્શન કરનારાઓને રોકવા માટે તમામ વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવેલ છે જે તે વિસ્તારના ડી, સી, એફ , એસ, સી, એફ, આર, એફ, ઓ તેમજ ફોરેસ્ટરના નામ સાથે તમામના મોબાઈલ નંબર તેમજ ઈમરજન્સી નંબર તથા હેલ્પલાઇન નંબર 1926 પણ લખવામાં આવે તો ગેરકાયદે સિંહ દર્શનની માહિતી જાગૃત નાગરિકો પર્યાવરણ પ્રેમીઓ સ્થાનિક રહીશો તેમજ વાડી માલિકો વન વિભાગને જાણ કરી શકે તો જ ગેરકાયદે સિંહ દર્શન રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે.

Follow Me:

Related Posts