૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની
ઉપસ્થિતિમાં ભાવનગર ખાતેનાં પોલીસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, કોરોના
વોરિયર્સને પ્રિકોશન ડોઝ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા
કરવામાં આવશે.
આ ઉપરાંત કરૂણા અભિયાનમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર ૫ સંસ્થા/ વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી
સન્માનીત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ
હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન એમ ૭ ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે.
આ પ્રસંગે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે,પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, મદદનીશ કલેક્ટરશ્રી
પુષ્પલત્તા, પ્રોબેશનર આઈ.એ.એસ.શ્રી જયંત માનકલે, એ.એસ.પી. શ્રી સફિન હસન, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી
ભૂમિકા વાટલિયા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Recent Comments