fbpx
ગુજરાત

વન નેશન, વન રેશન યોજનાનો ગુજરાતમાં અમલ: સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી અનાજ મળશે

બીપીએલ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મોટો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.સ્થળાંતરિત થતા મજૂરો માટે લોકડાઉનના સમયગાળામાં જે તકલીફ પડે તેને ધ્યાનમાં રાખી આ યોજના ઝડપભેર આગળ ધપાવવામાં આવી છે. બીપીએલ અંત્યોદય અને અગ્રતા ક્રમ ધરાવતા રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી શકશે.ડિસેમ્બર માસના અનાજનું વિતરણ વન નેશન વન રેશન યોજના અંતર્ગત કરવામાં આવશે.મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનામાંથી ગુજરાતમાં આવેલા લોકો પોતાના આધાર કાર્ડના આધારે અનાજનો જથ્થો મેળવી શકશે. જો આધાર કાર્ડ નહીં હોય તો તે સિવાયના માન્ય કરેલા અન્ય પુરાવાના આધારે પણ અનાજનો જથ્થો મળી રહેશે. આવી રીતે ગુજરાતના બીપીએલ અને અંત્યોદય અને અગ્રતા ક્રમ ધરાવતા કુટુંબોને રાજ્યના કોઇપણ જિલ્લાની કોઈપણ દુકાનેથી માલ મળી શકશે.ડિસેમ્બર માસમાં અંત્યોદય પરિવારોને રૂપિયા બે ના ભાવે 25 કિલો ઘઉં અને રૂપિયા ત્રણના ભાવે 10 કિલો ચોખા આપવામાં આવનાર છે. વન નેશન વન રેશન યોજનામાં કોઈ લાભાર્થીને સમસ્યા ઉભી થાય તો નજીકની મામલતદાર કચેરી અથવા તો પુરવઠા કચેરીનો સંપર્ક સાધવાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts