fbpx
અમરેલી

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ

ઉતરાયણના પર્વ નિમિતે સરકારના કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં નોર્મલ રેન્જ અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને પ્રાથમિક ઉપચાર તેમજ વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉતરાયણ પર્વ પહેલા સાવરકુંડલા શહેરની ૧૪ શાળા હાઈસ્કુલોમાં ૪૦૦૦ વિધાર્થીઓને ઉતરાયણ અંગે જાગૃત કરમા આવ્યા હતાં .

એ ઉપરાંત જનજાગૃતિ અર્થે  બેનરો અન્ય માધ્યમથી લોક જાગૃતિ પણ આવી હતી ઉતરાયણના દિવસે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક મિત્રો દ્વારા નકટો બતક ૧, કબૂતર ૯, કોયલ ૧, ટીટોડી ૧, કાંકણસાર ૧, બગલા ૨ રેસ્કયુ કરી સુરક્ષિત બચાવ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પતંગની ઘાતક દોરીથી લોકોને સાવરકુંડલા શહેરમાં ૩૪ લોકોને સામાન્ય ઈજાઓ તથા ૧૦ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અભિયાનના સંપૂર્ણ લાભાર્થી ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ હતા.

Follow Me:

Related Posts