fbpx
સૌરાષ્ટ - કચ્છ

વન વિભાગની ગંભીર બેદરકારીઃ સિંહણે ફેરણું ન થતું હોવાની પોલ ખુલી

ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહબાળની હત્યાના વટાણા વેરી નાખ્યા, આથી ખુદ વન વિભાગની સબસલામતની વાતો પોકળ હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સિંહણે શિકારી પર હુમલો કર્યા બાદ પોલીસની મદદથી સૌરાષ્ટ્રભરમાંથી કુલ ૩૮ શંકાસ્પદોને ઝડપી લીધા. એ પૈકી ૧૦ને સુત્રાપાડા કોર્ટે જેલહવાલે કર્યા છે. એ દરમિયાન જેમણે ફાંસલો બનાવી આપ્યો હતો તેની પૂછપરછના આધારે ડુંગરપુરથી સોનૈયા પકડાયો. અને તેણે સિંહબાળની હત્યા કબૂલી. આ સાથે જ ૪ ફેબ્રુ. ૨૦૨૧ના રોજ વન વિભાગે સિંહો સલામત છે, શિકારીઓ નાનાં પ્રાણીઓનો જ શિકાર કરે છે અને તેમનો સિંહનો શિકાર કરવાનો કોઇ હેતુ નહોતો, એમ કહીને બચાવ કર્યો હતો એ ખોટો ઠર્યો છે.
આમ છતાં હજુ સુધી એકપણ જવાબદાર સામે પગલાં તો નથી જ લેવાયાં. વળી, ૨૦૦૭માં સિંહનો શિકાર કરતી ટોળકી સાથે આ શિકારીને કોઇ કનેક્શન નથી, એમ પણ જણાવ્યું છે. તો પછી સોનૈયાએ જે સિંહબાળની હત્યા કરી એનાં અંગોનું શું કર્યું ? એ કોને વેચ્યાં ? મૃતદેહના અવશેષોનો નિકાલ કેવી રીતે કર્યો ? સિંહનાં અંગો ખરીદી શકે એવી નવી ગેંગ શોધી કે શું? આ બધા સવાલો વન વિભાગ સામે મોં ફાડીને ઊભા છે.
સોનૈયાએ સિંહબાળની હત્યા કરી તો એ વખતે એક સિંહબાળ ખૂટતું હોવાનું ફેરણું કરનારના ધ્યાને કેમ ન આવ્યું ? દરેક બીટની ગણતરી તો દર પૂનમે થાય છે એ ખુદ વન વિભાગે જાહેર કરેલું છે. તો જે-તે વખતે સિંહબાળની સંખ્યાનો મેળ કેવી રીતે બેસાડાયો? આ સવાલનો જવાબ વન વિભાગ પાસે છે ખરો? વન વિભાગની કામગીરી ફક્ત ફરવા આવતા લોકોને નિયમ દેખાડીને દંડ વસૂલવા પૂરતી સીમિત છે કે શું?

Follow Me:

Related Posts