ભાવનગર

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૪-૨૫ ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની પ્રથમ વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે. તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારાથી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે. જેમા પાલિતાણા તાલુકાના મેઢા ગામે ૧૨.૪૬ હે.આર. વિસ્તારમાં, વાંકાનેરીયો ગામે ૧૫૫.૮ હે.આર. વિસ્તારમાં, શિહોર તાલુકાના ઈશ્વરીયા ગામે ૨૪.૮૦ હે.આર. વિસ્તારમાં, લાંબધાર ગામે ૧૮.૨૧ હે.આર. વિસ્તારમાં, ઝરીયા ગામે ૮.૦૯ હે.આર. વિસ્તારમાં, ચિકોતરા ઘોડીગાળો ગામે ૨૨૧.૪૨ હે.આર. વિસ્તારમાં, સરકડીયાધાર ગામે ૨૧.૫૯ હે.આર. વિસ્તારમાં, પીપરડી ગામે ૧૨.૩૭ હે.આર. વિસ્તારમાં, પીપરાળી ગામે ૩૪.૨૬ હે.આર. વિસ્તારમાં, પરવાળા ગામે ૪.૬૩ હે.આર. વિસ્તારમાં, મહુવા તાલુકાના મોદા ગામે ૪૪.૨૫ હે.આર. વિસ્તારમાં, પછેડીધાર ગામે ૨.૦૨ હે.આર. વિસ્તારમાં, નવકુકરી ગામે ૧૩૭.૯૨ હે.આર. વિસ્તારમાં, ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં, સણોદર ગામે ૨૧.૪૦ હે.આર. વિસ્તારમાં, જૂન પાદર ગામે ૨૧.૭૪ હે.આર. વિસ્તારમાં, ઉખરલા ગામે ૨૧.૯૪ હે.આર. વિસ્તારમાં, ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર. વિસ્તારમાં, વલ્લભીપુર તાલુકાના નવાણીયા ગામે ૨૭.૦૧ હે.આર. વિસ્તારમાં, ખોપાળા ગામે ૧૭.૬૫ હે.આર. વિસ્તારમાં, હોળાયા(દરબાર) ગામે ૫૨.૬૧ હે.આર. વિસ્તારમાં, હરિપર ગામે ૧૬.૭૨ હે.આર. વિસ્તારમાં, માંડવધાર ગામે ૨૪.૭૬ હે.આર. વિસ્તારમાં, માંડવધાર(સખનેસડા) ગામે ૧૯.૮૪ હે.આર. વિસ્તારમાં, નાના ઉમરડા ગામે ૫૭.૪૭ હે.આર. વિસ્તારમાં, શીરવાણીયા (દુધેરી) ગામે ૨૪.૦૮ હે.આર. વિસ્તારમાં, શીરવાણીયા (જોગીધાર) ગામે ૪.૦૨ હે.આર. વિસ્તારમાં, શેરથળી (ગુંદાળું) ગામે ૧૦.૪૪ હે.આર. વિસ્તારમાં, સર્વે પાટી ગામે ૩૬.૧૫ હે.આર. વિસ્તારમાં, સાલૈયા ગામે ૩૫.૧૫ હે.આર. વિસ્તારમાં, ખાંખોઈ (ખારી) ગામે ૨૪.૩૬ હે.આર. વિસ્તારમાં, ખાંખોઈ (ડુગરી) ગામે ૨૪.૩૬ હે.આર. વિસ્તારમાં, ખાંખોઈ (સાપોલીયા) ગામે ૫૩.૮૫ હે.આર. વિસ્તારમાં, ખાંખોઈ (માદંલુ) ગામે ૧૨.૪૬ હે.આર. વિસ્તારમાં, ખાંખોઈ ગામે ૪૨.૫૫ હે.આર. વિસ્તારમાં, જેસર તાલુકામાં દડૂલી ગામે ૯.૦૪ હે.આર. વિસ્તારમાં વીડીમા લેવામા આવેલ પ્લાન્ટેશન તથા એડવાન્સ વર્કસને નુકસાન ન થાય તે શરતે હરાજીમા આપવામા આવનાર છે.

જેમા પાલિતાણા અને શિહોર તાલુકામા તા. ૧૫/૭/૨૪ ના રોજ ૧૧ કલાકે, મહુવા તાલુકામા તા. ૧૬/૭/૨૪ ના રોજ ૩.૩૦ કલાકે, ભાવનગર તાલુકામા તા. ૧૮/૭/૨૪ ના રોજ ૧૧ કલાકે, વલ્લભીપુર તાલુકામા તા. ૧૯/૭/૨૪ ના રોજ ૧૧ કલાકે, જેસર તાલુકામા તા. ૨૦/૭/૨૪ ના રોજ ૧૧ કલાકે રેન્જ ઓફીસરશ્રીની કચેરી ખાતે હરાજી યોજાશે. માંગણીદારે માંગણી કરતા પહેલા રૂ.૧૦૦ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે રોકડ ભરી અને ત્યારબાદ માંગણી કરી શકશે. હરાજીમાં નિષ્ફળ ગયેલ માંગણીદારોને અર્નેસ્ટ મનીની રકમ તુરંત જ પરત કરવામાં આવશે અને સફળ માંગણીદારના કિસ્સામાં માંગણીની રકમના ૧૦% અથવા રૂ.૧૦૦ એ બેમાંથી જે વધારે રકમ હશે તે ડિપોઝીટ તરીકેરકમ અને માંગણીના ૧/૪ રકમ હરાજીના સમયે રોકડા ભરવા પડશે. આ મુજબની રકમ ભરવા માંગણીદાર નિષ્ફળ જશે તો તે વીડીના મૂળ માંગણીદારના ખર્ચે અને જોખમે વીડીની ફેર હરાજી કરવામાં આવશે અને આમ કરતાં જો સરકારશ્રીને કોઈ નુકસાન જશે તો તે રકમ મૂળ માંગણીદાર પાસેથી રેવન્યુ રાહે વસુલાત કરવામાં આવશે અને જો કોઈ ફાયદો થશે તો તેના ઉપર મૂળ માંગણીદારનો હક રહેશે નહીં. જાહેર હરાજીની શરતો હરાજી વખતે સ્થળ ઉપર રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે. વિશેષ માહિતીની જરૂર જણાય તો ઓફિસના કામકાજના દિવસોએ અને સમયે અત્રેની કચેરીમાં અથવા જે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ રૂબરૂ સંપર્ક સાધવાથી મળી શકશે. આ તમામ વીડીઓ પૈકી કોઈપણ વીડીની હરાજી બંધ રાખવાનો અધિકાર નાયબ વન સંરક્ષક ભાવનગર વિભાગનો અધિકાર રહેશે.

Related Posts