વરમાળા વખતે સ્ટેજ પર ચડી આવ્યો પ્રેમી, દુલ્હનની માંગમાં સિંદૂર ભરી પત્ની બનાવી લીધી
બેન્ડવાજા સાથે જાન લઈને પહોંચેલો વરરાજાે જાેતો રહ્યો અને દુલ્હનના પ્રેમીએ સૌની સામે વરમાળાના સ્ટેજ પર તેની માંગ ભરી દીધી. જાે કે, બાદમાં જાનૈયા અને માંડવીયાએ મળીને પ્રેમીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. પણ આ ઘટના બાદ વરરાજાે રાતે જ જાન લઈને ઘરે નીકળી ગયો અને હવે સવાર પંચાયત બોલાવી અને તેમના કહેવા પર પ્રેમી સાથે દુલ્હનના લગ્ન કરાવી દીધા. આ સમગ્ર મામલો હજારીબાગના ઈચાક પ્રખંડ અંતર્ગત આવતા ખુટરા ગામના બેરીટાંડ મોહલ્લાનો છે. જ્યાં બુધન રામની દીકરી પ્રીતિ કુમારીના લગ્ન કટકમદાગ પ્રખંડના બનહે ગામના નિવાસી સાગર કુમાર સાથે નક્કી થયા હતા. ૩ મેના રોજ સાગર કુમાર જાન લઈને દુલ્હન લેવા બુધન રામના ઘરે પહોંચ્યા હતા. વરમાળાના સ્ટેજ પર વિધિ ચાલી રહી હતી. ત્યાર બાદ છોકરા અને છોકરીઓ એકબીજાને મિઠાઈ ખવડાવી રહ્યા હતા. ત્યારે અચાનક દુલ્હનનો પ્રેમી સની કુમાર પોતાના મિત્રો સાથે આવી ચડ્યો. સની પોતાની સાથે સિંદૂર લઈને આવ્યો હતો. અચાનક તે સ્ટેજ પર ચડી ગયો. જાન અને ગામલોકોની સામે તેણે દુલ્હનની માગમાં સિંદૂર ભરી દીધૂ. આ નજારો જાેઈ સૌ કોઈ હેરાન રહી ગયા. જાે કે તાત્કાલિક જાનૈયા અને માંડવીયાએ પ્રેમી તથા તેના મિત્રોને પકડી પાડ્યા અને તેમને મેથીપાક આપ્યો. બાદમાં વરરાજાે જાન પાછી લઈને ઘરે જતો રહ્યો. આ બાજૂ સવારે પંચાયત થઈ અને તમામની રાજીખુશીથી પ્રેમી સાથે છોકરીના લગ્ન કરાવી દીધા. ત્યાર બાદ છોકરીની વિદાય થઈ. આવી રીતે થયો પ્રેમ?.. છોકરીના પિતા બુધન રામે જણાવ્યું કે, સની કુમાર બરહી પ્રખંડના કદવા ગામમાં પોતાના નાનાના ઘરે રહેતો હતો. જ્યાં છોકરી સાથે છેડતીના કિસ્સામાં ગામલોકોએ મારીને તેને ભગાડી દીધો હતો. બાદમાં તે ખુટરા ગામમાં પોતાના બનેવીને ત્યાં રહેવા લાગ્યો. આ દરમ્યાન તે પ્રીતિની નજીક આવ્યો. તેણે જણાવ્યું કે, બંનેના પ્રેમ પ્રસંગની વાતની જાણ થઈ. એટલા માટે બીજી જગ્યાએ દીકરીના લગ્ન નક્કી કરી નાખ્યા. પંચાયતના કહેવા પર હવે દીકરીના લગ્ન તેના પ્રેમી સની કુમાર સાથે કરાવી દીધા. પોલીસને આ અંગે કોઈ સૂચના આપી નથી.
Recent Comments