છેલ્લા થોડા સમયથી અચાનક થતાં મોતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી જાય છે. હાલમાં જ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં પીઠીની રસમ દરમિયાન વરને પીઠી લગાવતો એક શખ્સ અચાનક ઢળી પડ્યો અને હસતા હસતા તેનો મોત થઈ ગયું. પરિવારમાં ખુશીઓની જગ્યાએ અચાનક માતમ પ્રસરી ગયો. હકીકતમાં જાેઈએ તો, હાલમાં સોશિયલ મીડિયા એવા કેટલાય વીડિયો જાેવા મળે છે, જેમાં લોકો અચાનક હાર્ટ અટેક આવતા મોત થઈ જાય છે.
તાજેતરમાં જ સામે આવેલા વીડિયો પણ કંઈક આવું જ જાેવા મળે છે. જેને જાેયા બાદ યુઝર્સ ખૂબ જ આઘાતમાં છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા મનોજ સિંહે ટિ્વટર પર પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘરમાં લગ્નની તૈયારીઓ થતી જાેઈ શકાય છે. આ દરમિયાન વરના પરિવારે પીઠીની રસમ પુરી કરતા જાેઈ શકાય છે.
ત્યારે એક શખ્સ વરની સામે આવીને બેસે છે, અને પીઠી લગાવાની કોશિશ કરી છે. આ દરમિયાન લોકો કંઈ સમજે તે પહેલા જ આ શખ્સ ઢળી પડે છે અને તેનુ મોત થઈ જાય છે. શખ્સ નીચે પડે છે અને વર અને તેનો પરિવાર તેને ઉઠાવે છે અને વીડિયોમાં જાેઈ શકાય છે કે, મહિલાઓ અને બાળકો ચિસો પાડી રહ્યા છે. વીડિયો શેર કરતા મનોજ સિંહે સવાલ કર્યો છે કે, હાલમાં વધી રહેલા આ પ્રકારના મોતના આંકડા ખૂબ જ સામે આવી રહ્યા છે. જેની પાછળના કારણો શોધવાની જરુર છે.


















Recent Comments