fbpx
અમરેલી

વરસતા વરસાદમાં પણ ફરજ બજાવતા દામનગર પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની સરાહનીય સેવા

દામનગર  શહેર માં વરસતા વરસાદમાં ફરજ બજાવતા દામનગર પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને અભિનંદન પાઠવતા શહેરીજનો દિવસ – રાત,ચોમાસુ – ઉનાળો કે શિયાળો હોય કે ગમ્મે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવામાં કર્તવ્યનિષ્ઠ વિદ્યુત બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાચા અર્થમાં લોક સેવક કહીયે તો કાઈ ખોટું ન ગણાય.સૌથી વધુમાં વધુ જરૂરિયાત હોય તો તે છે પાવર ( વીજળી) ની જરૂર પડે છે. દામનગર પી.જી.વી.સી.એલ. નાં ડેપ્યુટી એન્જિનિયર ( નાયબ ઇજનેર) ( ડી. ઈ. – ઇન્ચાર્જ) શ્રી એમ.બી.ઠાકર સાહેબના માર્ગદર્શન મુજબ દામનગર શહેરમાં ચાલુ વરસાદમાં છભાડીયા રોડ બહારપરા વિસ્તારમાં ૨ ટી.સી.નું મેંન્ટેનેન્સ નું કામ કરવામાં આવતા વિદ્યુત ને લગતા જૂના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતા ગ્રામજનોએ પી.જી.વી.સી.એલ.ટીમને અભિનંદન સાથે આભાર માનેલ.વરસતા વરસાદમાં ફરજ બજાવતા દામનગર પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની સરાહનીય સેવા જોવા મળી હતી

Follow Me:

Related Posts