હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૩૦ નવેમ્બર-૨૦૨૧ થી ૨ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહીને પગલે અમરેલી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવા જણાવવામાં આવ્યું છે.
ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી, શક્ય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમિયાન ખેત પેદાસ વેચવાનું ટાળવા જણાવવામાં આવ્યું છે.
શાકભાજી, ફળો, મરી-મસાલા જેવા બાગાયતી પાકોની સલામતી માટે પણ કાળજી લેવા, શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવા તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલાં હાથ ધરવા અને ખેતી ઈનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેના જથ્થાને પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.
Recent Comments