વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીઓને ધ્યાને લઇ અમરેલી જિલ્લા વહીવટી અને અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિવિધ બાબતોને આવરી લઇ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદ અને પાણીની સ્થિતિ વચ્ચે કોઇપણ પરિસ્થિતિ હોય ત્યારે પણ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સતત દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી હતી, તે આગાહીના પગલે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર ખડેપગે રહી સર્તકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. શિયાળબેટ ગામના રહીશ લાખીબેન રમેશભાઈ શિયાળની સંભવિત પ્રસુતિ તારીખનો સમય નજીક હોવાને કારણે તેમની સલામતી જળવાઇ રહે અને ઓચિંતી જ આવશ્યકતા રહે તે સાવચેતીના ભાગરુપે બોટ મારફતે તે સગર્ભા મહિલાને પ્રસુતિ અર્થે રાજુલા નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ સગર્ભાને પ્રસુતિ માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ સહિત તેમને પારિવારિક હૂંફની સાથે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરી હતી.
તા.૨૯.૦૮.૨૦૨૪ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, આથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય, પાણી, દવાઓનો જથ્થો, સલામત સ્થળે સ્થળાંતર કરવાનું થાય તો તેવા સંજોગોમાં નાગરિકોને ગભરાવાની નહિ પરંતુ સલામત રહેવા માટે સહયોગ આપવા સહિતની બાબતોથી વાકેફ કરવા સહિતની પૂર્વ તૈયારી કરવામાં આવી છે.હાલમાં વરસાદને કારણે ઠેર-ઠેર નદી-નાળાઓમાં પાણીના પ્રવાહ નજીક ન જવા અને સુરક્ષિત રહેવા માટે સતર્ક રહેવા, નદીના પટ કે કાંઠા વિસ્તારમાં, ડેમ સાઈટ નજીક અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા અને સુરક્ષિત રહેવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments