આ૫ણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલુ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને વરસાદ બાદ એક્શન મોડમાં રહી કામગીરી અંગે સૂચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત વરસાદે વિરામ લેતાં જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વરસાદ પછી સફાઈ ઝુંબેશ હાથ ધરી નગરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સાફ સફાઇ હાથ ધરવામાં અવી રહી છે. જાહેર માર્ગો પર જ્યાં દિવસ દરમિયાન સફાઈ ન થઈ શકે એમ હોય ત્યાં રાત્રિ દરમિયાન સફાઈ કરી નગર ચોખ્ખું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. ઉપરાંત રોગચાળો ન વધે એ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને મચ્છરનાં ઉપદ્રવને નાથવા ફોગીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વરસાદે વિરામ લેતાં જૂનાગઢ જિલ્લામાં રોડ રસ્તાઓની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ


















Recent Comments