fbpx
ગુજરાત

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, સિંચાઈ માટે પાણી છોડવામાં આવશેઋષિકેશ પટેલે પાણીની કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું

વરસાદે રીતસરની હાથતાળી આપી દીધી હોય તેમ ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે વરસાદ ખેંચાવા મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે પાણીની કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું, વરસાદ પડવામાં એક મહિના જેટલો અંતરાલ પડ્યો છે. વરસાદ ખેંચાતા વિજળીની માગણી વધી છે. હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.

સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે અને પાણીની જરૂર છે ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ સરેરાશ ૧૩૬ ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ૧૧૦ ટકા પડ્યો. દક્ષિણ ગુજરાતમાં ૭૨ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત સરેરાશ ૬૭ ટકા વરસાદ પડ્યો છે. તો બીજી તરફ દાહોદ જિલ્લમાં સૌથી ઓછો ૫૦ ટકા વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લમાં ૫૪ ટકા વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ૫૫ ટકા વરસાદ નોંધાયો છે. તો વડોદરા જિલ્લામાં ૫૭ ટકા વરસાદ પડ્યો છે.

તો અરવલ્લીમાં ૫૮ ટકા વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ રાહતની વાત છે કે રાજ્યનાં જળાશયો પાણીથી ભરપૂર છે. સૌરાષ્ટ્રનાં જળાશયો ૮૪ ટકા ભરાયેલા છે. સરદાર સરોવરમાં ૭૮ ટકા પાણીનો સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં ૭૬ ટકા ભરાયેલા છે. ઉત્તર ગુજરાત જળાશયોમાં ૭૪ ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે કચ્છના જળાશયોમાં ૬૪ ટકા પાણીનો સંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના જળાશયોમાં ૪૯ ટકા પાણીનો સંગ્રહ છે. હાલ રાજ્યનાં જળાશયોની સ્થિતિની વાત કરીએ તો ૯૪ જળાશયોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. ૨૮ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે ૧૦ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણીથી ભરાયેલા છે. તો ૭૪ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયેલ છે.

Follow Me:

Related Posts