ગુજરાત

વરાછામાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. વધતી હત્યાઓ પોલીસ માટે પણ પડકારજનક બની રહી છે. ગુનેગારોને જાણે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે રીતે જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી રહ્યા છે. વરાછા, અમરોલી અને લિંબાયત વિસ્તારની અંદર એક બાદ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. ૨૪ કલાકમાં ૩ હત્યાઓ થઈ છે. જેમાં વરાછામાં સરાજાહેર ચપ્પુના ઘા ઝીંકી અંગત અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.

જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં જાહેર રોડ પર હત્યા કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતને લઈને હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે. ખુશાલ કોઠારી નામના વ્યક્તિ ઉપર બે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર અને મૃત્યુ પામનાર બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખુશાલ કોઠારીને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. હાલ તો વરાછા પોલીસે હત્યાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts