રાષ્ટ્રીય

વરિયાળી શરબત ગરમીમાં હેલ્થ માટે છે ખૂબ ફાયદાકારક, જાણો બનાવવાની રીત

વરિયાળીનું શરબત ઉનાળામાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. વરિયાળી તમે જમ્યા પછી થોડી ખાઓ છો તો પાચનક્રિયા સ્ટ્રોંગ થાય છે અને સાથે કબજીયાતની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે. ઘણાં લોકોને જમ્યા પછી વરિયાળી ખાવાની આદત હોય છે. વરિયાળીનો શરબત જો તમે ઉનાળાની ગરમીમાં પીવો છો તો શરીરને ઠંડક મળે છે અને સાથે લૂ પણ લાગતી નથી. આ વરિયાળીનો શરબત દરેક લોકોએ ગરમીમાં દિવસમાં એક વાર પીવો જોઇએ. તો જાણી લો તમે પણ વરિયાળીનો શરબત કેવી રીતે ઘરે બનાવશો.

સામગ્રી

100 ગ્રામ વરિયાળી

100 ગ્રામ સાકર

2 લીંબુ

જલજીરાનો પાઉડર

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • વરિયાળીનો શરબત બનાવવા માટે સૌ પ્રથમ વરિયાળીને આગલા દિવસે પલાળી લો. જેથી કરીને એ પલળે તો એમાં કશ વધારે બેસે છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે વરિયાળીને ઓછામાં ઓછી 7-8 કલાક માટે પલાળી રાખો. જો તમે વરિયાળી પલાળ્યા વગર જ શરબત બનાવો છો તો એનો કોઇ મતલબ નથી.
  • ત્યારબાદ સવારમાં એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળી લો.
  • પાણી ઉકાળ્યા પછી એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો. ખાસ ધ્યાન એ રાખો કે પાણીને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મુકવાનું નથી.
  • પાણી ઠંડુ થાય એટલે એમાં ક્રશ કરેલી વરિયાળી નાંખો. મહત્વની વાત એ છે કે જ્યારે તમે વરિયાળી પાણીમાં પલાળી રાખો ત્યારબાદ બીજા દિવસે વરિયાળીને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે.
  • હવે આ પાણીમાં વરિયાળી નાખ્યા પછી સાકરનો ભુકો, મીઠું અને જલજીરાનો પાઉડર નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • આ બધી જ વસ્તુઓ નંખાઇ જાય પછી આ પાણીમાં બરફનો ભુકો નાંખો.
  • તો તૈયાર છે ઠંડો-ઠંડો વરિયાળીનો શરબત.

આ શરબતમાં તમે ખડી સાકર પણ લઇ શકો છો.

Related Posts