બોલિવૂડ

વરુણ ધવન VD18ના શૂટિંગ દરમિયાન ઘાયલ

કિંગ ખાનની ‘જવાન’ બાદ જ એટલી વરુણ ધવનની ફિલ્મની તૈયારી કરી દીધી હતી. આ તેની યુએસપી પણ છે, કે આ એટલીની ફિલ્મ છે. તેની આ અપકમિંગ ફિલ્મમાં વરુણ ધવન પોલીસના રોલમાં જાેવા મળશે. જેના માટે તે પોતે જેટલો એક્સાઈટેડ છે, તેના ફેન્સ આ ફિલ્મ જાેવા માટે તેટલા જ ખૂબ જ ઉત્સુક જાેવા મળી રહ્યા છે.

વરુણ ધવનની વીડી૧૮ મે, ૨૦૨૪માં થિયેટરોમાં રિલીઝ થશે. પરંતુ વર્ષ પૂર્ણ થતાં પહેલાં-પહેલાં તે ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વરુણ ધવનને વાગ્યું છે. હાલમાં એક્ટર તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, જે વર્ષ ૨૦૨૪માં રિલીઝ થશે. વીડી૧૮ ને લઈને એક્ટર અવારનવાર નવી નવી જાણકારી ફેન્સ સાથે શેર કરતો રહે છે. પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્ટરના પગ પર વાગ્યું છે.

વરુણ ધવનની આ તસવીર જાેયા બાદ તેના ફેન્સ ખૂબ જ હેરાન થઈ ગયા છે.. તમને જણાવી દઈએ કે, શૂટિંગ દરમિયાન એક્ટરના પગ પર લોખંડનો સળિયો વાગ્યો છે. એક્ટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર પણ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં વરુણ ધવનના પગમાં ખૂબ જ સોજાે જાેવા મળી રહ્યો છે. આ ફોટો સાથે તેને કેપ્ટન લખ્યું છે કે લોખંડના સળિયાથી અથડાવાથી વાગ્યું છે, સાથે જ એક્ટરે એક રોવાવાળું ઈમોજી પણ લગાવ્યું છે.

આ પહેલા પણ તેને શૂટિંગ જે દરમિયાન વાગ્યું હતું, તેની તસવીરો પણ શેર કરી હતી. રિપોર્ટ મુજબ વરુણ ધવનની ‘વીડી ૧૮’ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં વરુણ ધવન પણ પોલિસના રોલમાં દબંગઈ કરતો જાેવા મળશ. આ ફિલ્મનો મોટા પાયા પર બનાવવામાં આવી રહી છે. બ્લોકબ્સ્ટર ફિલ્મ ‘જવાન’ બાદ એટલી આ પ્રોજેક્ટ પર કામ કરતો જાેવા મળી રહ્યો છે. ફિલ્મને કોઈ પણ ઉતાવળમાં રિલીઝ કરવામાં આવશે નહીં, આ માટે તેના દરેક સીનને વારંવાર રિવ્યૂ કરવામાં આવશે.

Related Posts