fbpx
રાષ્ટ્રીય

વર્કપ્લેસ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કોરોનાના ૧-૨ કેસ નોંધાય તો ઓફિસ બંધ કરવાની જરૂર નથી, સેનિટાઇઝેશન પછી કામ શરૂ

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ ઓફિસ અથવા વર્કપ્લેસ વિશે નવી એસઓપી જાહેર કરી છે. એમાં જણાવ્યા પ્રમાણે, જાે કોઈ ઓફિસમાં કોરોનાના કેસ મળે છે તો એ એરિયાને ડિસઈન્ફેક્ટેડ કર્યા પછી ફરી કામ શરૂ કરી શકાય છે. એના માટે આખા બિલ્ડિંગને બંધ કે સીલ કરવાની જરૂર નહીં પડે. મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, કોઈ ઓફિસમાં ૧ કે ૨ કેસ મળે છે તો ડિસઈન્ફેક્શનની પ્રોસેસ માત્ર એ જગ્યાએ હશે, જ્યાં દર્દી છેલ્લા ૪૮ કલાકમાં હાજર રહ્યો હોય. ત્યાર પછી પ્રોટોકોલના હિસાબથી કામ ફરીથી શરૂ કરી શકાય છે. જાે વર્કપ્લેસ પર મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવે છે, તો આખા બ્લોક અથવા બિલ્ડિંગને ડિસઈન્ફેક્ટેડ કરવું જાેઈએ.

ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મેડિકલ અને જરૂર સર્વિસને બાદ કરતાં તમામ ઓફિસ બંધ રહેશે. માત્ર કન્ટેન્મેન્ટ ઝોનથી બહાર ઓફિસ ખોલવાની મંજૂરી હશે. જ્યાં સુધી શક્ય હોય, તમામ મીટિંગ્સ વીડિયો-કોન્ફરન્સ દ્વારા જ કરવી જાેઈએ. વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ યથાવત્‌ રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અધિકારી અને સ્ટાફે તેમના મેનેજરને આ અંગેની જાણ કરવાની રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમણે ઓફિસ ન આવવું જાેઈએ. આની જગ્યાએ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જાેઈએ. આ ઉપરાંત વર્કપ્લેસમાં એન્ટ્રી વખતે હાથ સાફ કરવા અને થર્મલ સ્ક્રીનિંગ પણ જરૂરી હશે.

માત્ર એવા સ્ટાફ અને વિઝિટર્સને એન્ટ્રીની મંજૂરી મળશે, જેમાં કોરોનાનાં લક્ષણ નહીં હોય. મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે તમામ કર્મચારીઓ અને વિઝિટર્સને કોરોનાને અટકાવવાના ઉપાય કરવા જાેઈએ, જેમાં ૬ ફૂટનું અંતર જાળવી રાખવું, ફેસ કવર કે માસ્કનો ઉપયોગ કરવો અને સતત હાથ ધોવાની આદત સામેલ છે. લોકોના વારંવાર અડવાની જગ્યા પર ઓછામાં ઓછી ૨ વખત સાફસફાઈ થવી જાેઈએ. ઓફિસ અને અન્ય વર્કપ્લેસ એકબીજા સાથે જાેડાયેલાં હોય છે. એટલા માટે અહીં, લિફ્ટ, સીડી, પાર્કિંગ, કેન્ટીન, મીટિંગ રૂમ અને કોન્ફરન્સ હોલમાં કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. સંક્રમણને ફેલાવાથી અટકાવવાની જરૂર છે. કોરોનાના શંકાસ્પદોની ઓળખ થાય ત્યારે જરૂરી ઉપાય કરવા જરૂરી છે, જેથી ફેલાવાને સીમિત કરી શકાય.

ગાઈડલાઈન
-એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે લિફ્ટમાં લોકોની સંખ્યા નક્કી રહેશે, જેથી સોશિયલ ડિસટન્સિંગ જાળવી શકાય.
-એરકન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે સીપીડબલ્યુડીના આદેશનું પાલન કરવું જાેઈએ.
-એરકન્ડિશનરનું ટેમ્પરેચર ૨૪થી ૩૦ ડીગ્રી સેલ્સિયસ સુધી હોવું જાેઈએ. હ્યુમિડિટીની રેન્જ ૪૦થી ૭૦ રહેવી જાેઈએ.
-વર્કપ્લેસ પર ક્રોસ વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા હોવી જાેઈએ.
-ઓફિસ કેમ્પસની બહાર અને અંદર કોઈપણ દુકાન, સ્ટોલ, કેફેટેરિયા અથવા કેન્ટીનમાં દર વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરવું જાેઈએ.
-સ્ટાફે પોતાનું તાપમાન સમયસર ચેક કરાવવું જાેઈએ. જાે તે બીમારી હોય અથવા ફ્લૂ જેવાં લક્ષણ જાેવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જાેઈએ.
-સ્ટાફ અને વેઈટરોને માસ્ક અને ગ્લવ્સ પહેરવાં સહિત અન્ય જરૂરી ઉપાય કરવા જાેઈએ.
બેસવાની વ્યવસ્થા એવી હોય કે સ્ટાફમાં ઓછામાં ઓછ ૬ ફુટનું અંતર હોય.

Follow Me:

Related Posts