fbpx
રાષ્ટ્રીય

વર્જિન ગેલેક્ટિકની સ્થાપના કરનાર રિચર્ડ બ્રેનસ ૧૧ જુલાઇએ અંતરિક્ષ યાત્રા કરશે

અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલી અવકાશયાત્રા કોણ કરશે તેને લઈને રેસ લાગી છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૨૦ જુલાઈએ અંતરિક્ષયાત્રા કરવાની જાહેરાત કરી ચુકયા છે.

હવે વર્જિન એરલાઈન્સના માલિક અને સાથે સાથે અંતરિક્ષયાન કંપની વર્જિન ગેલેક્ટિકની સ્થાપના કરનાર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસને જાહેરાત કરી છે કે, તે જેફ બેઝોસના નવ દિવસ પહેલા એટલે કે ૧૧ જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરશે. બ્રેનસનની કંપનીએ ગુરુવારે સાંજે આ જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે, આ અવકાશયાત્રામાં બ્રેનસન સહિત છ લોકો હશે.અંતરિક્ષ યાન અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાંથી ઉડાન ભરશે. યાનનુ સંચાલન કંપનીના જ કર્મચારીઓ કરશે.

આ દરમિયાન ભારતમાં જન્મેલી સિરીશા બાંદલા પણ તેની સાથે જઇ રહી છે. સિરિશા બાંદલા વર્જિન ગેલેક્ટીક કંપનીમાં સરકારી બાબતો અને સંશોધન સાથે જાેડાયેલ અધિકારી છે. રિચાર્ડ સાથે અન્ય ૫ મુસાફરો અંતરિક્ષમાં જઈ રહ્યા છે. ભારતમાં જન્મેલી સિરીશા બીજી મહિલા છે જે અંતરિક્ષની ખતરનાક યાત્રા પર જઈ રહી છે.

સિરિશા બાંદલા આંધ્રપ્રદેશના ગુંટુરની રહેવાસી છે. અંતરિક્ષ મુસાફરી કરનારી સિરિશા બાંદલા ભારતીય મૂળની બીજી મહિલા હશે. આ અગાઉ કલ્પના ચાવલા અંતરિક્ષમાં ગઈ હતી અને દુર્ભાગ્યે તેનું સ્પેસ શટલ કોલમ્બિયાના અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સિરિશા બાંદલા વર્ષ ૨૦૧૫માં વર્જિનમાં જાેડાઇ હતી અને તે પછી તેણે પાછળ ફરીને જાેયું નથી.

સિરિશાં બાંદલા વર્જિન ઓર્બિટના વોશિંગ્ટન કામગીરીની પણ દેખરેખ રાખે છે. આ જ કંપનીએ તાજેતરમાં બોઇંગ ૭૪૭ વિમાનની મદદથી અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. તેણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. સિરિશાના સંબંધી રામા રાવે કહ્યું, નિશ્ચિક રૂપે સૌથી સારી વાત છે કે તે રિચાર્ડ સાથે અવકાશમાં જઇ રહી છે. અમને તેનો ગર્વ છે. અમે તેના સલામત પ્રવાસની પ્રાર્થના કરીએ છીએ.

Follow Me:

Related Posts