વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા તથા નાના ઓઈલ એક્ષ્ટેન્શન યુનિટ ઘટક માટે અરજીઓ મંગાવવા આવી
સર્વે ખેડૂતોને જણાવવાનું કે, નાણાંકીય વર્ષ-૨૦૨૪-૨૫ માટે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની એ.જી.આર.-૨ યોજના હેઠળ વર્મિકમ્પોસ્ટ યુનિટ ઘટક હેઠળ સહાયીત વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે તથા NFSM ઓઈલસીડ યોજના હેઠળ નાના ઓઈલ એસ્ટેન્શન યુનિટ ઘટક માટે અરજીઓ મંગાવવા જાહેરાત કરવામાં આવી છે. જેમાં એ.જી.આર-૨ વર્મિકમ્પોસ્ટ યુનિટ માટે સહાય મર્યાદા રૂ. ૨,૦૦૦/- પ્રતિ ચો.મી, વ્યક્તિગત લાભાથી માટે વધુમાં વધુ
૫૦,૦૦૦/- (૨૫ ચો.મી.સુધી) જરાપોળ, ડેરી, પશુપાલન સાથે સંકળાયેલી તેમજ રજિસ્ટર્ડ થયેલ સંસ્થાઓ માટે રૂ.૨,૦૦,૦૦૦/- (૧૦૦ ચો.મી.) છે. આ ઘટકના લાભાર્થીની પસંદગી સરકારશ્રીના ધારા ધોરણો તેમજ કમિટીના સુચનો મુજબ થશે. સંસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે.
NFSM ઓઇલસીડ નાના ઓઈલ એક્ષ્ટેન્શન યુનિટ ઘટકમાં સહાય મર્યાદા ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ ३.૨,૫૦,૦૦૦/- પ્રતિ યુનિટ, દરેક ખેડૂત/FPO/SHG/NGO/FIG/ સહકારી સંસ્થા આ યોજનાનો લાભ લઇ શકશે.લાભાર્થીની પસંદગી સરકારશ્રીના ધારા ધોરણો અનુસાર અરજીની ચકાસણી બાદ અરજી મંજૂર કરવા અંગેની કમિટીના સુચનો મુજબ થશે. સદર યોજનામાં લાભ લેવા ઇચ્છતા અરજદાર જે તે તાલુકાની ખેતીવાડી શાખા, તાલુકા પંચાયત કચેરી અથવા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી ફોર્મ મેળવી જરૂરી વિગતો સાથે વહેલા તે પહેલાના ધોરણે ૮- અ ની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, સંસ્થા માટે નોંધણી પ્રમાણપત્ર તેમજ અરજી સાથે જોડવાના થતા અન્ય સાધનિક કાગળો સાથે તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમા અરજી રજુ કરવાની રહેશે. વધુ વિગત માટે તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા જિલ્લા
ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments