અમરેલી

વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસને ઐતિહાસિકતા પ્રદાન કરતી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલીનાં ડેન્ટીસ્ટસ ડૉ. તુલસીબેન સંઘવી, ડૉ.વૈશાલીબેન કથિરિયા એવમ ડૉ. કૃતિબેન ડાભી દ્વારા અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્કૂલ વિભાગનાં વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી ટીપ્સ સાથે દાંતોની વિવિધ તપાસ દાંતો ના જતન અને સંવર્ધન અન્વયેની ડોક્યુમેન્ટરી ફીલ્મ, પોપ્યુલર લેક્ચર્સ તથા સ્વાસ્થ્ય એવમ આરોગ્યપ્રદ જીવનશૈલીમાં દાંતો નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

શ્રી વસંતભાઈ ગજેરાનાં સ્વપ્નને સાકારતા પ્રદાન કરવા કેમ્પસ ડાયરેકર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ શ્રી વસંતભાઈ પેથાણી એવમ શાળાનાં આચાર્યશ્રી નાં અપ્રતિમ સહયોગ દવારા આરોગ્યલક્ષી કાર્યક્રમને સફળતા પ્રદાન થઈ હતી.

Follow Me:

Related Posts