આજે 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે. લોકોને જાગૃત કરવાનો અને લોકોમાં જાગૃતિ ફેલાવાનો દિવસ. દર વર્ષ લાખો લોકો આ બિમારીને મ્હાત આપે છે. કેન્સર સામે ઘણા લોકો હારી પણ જાય છે. પણ જો તેના લક્ષણો પહેલાથી જ આપણને ખબર પડી જાય તો તેની સારવાર થઈ શકે છે.
પુરૂષોના શરીરમાં જો કેટલાક લક્ષણો જોવા મળે તો તેને બિલકુલ અવગણવા જોઈએ નહીં.
સ્કિનમાં બદલાવ
જો તમારી સ્કીન પર અચાનક તલ કે મસો થાય તો અથવા તો તેના કલરમાં બદલાવ આવે અથવા સ્કિન પર ફોડલી થવા વગેરે જેવા લક્ષણો જોવા મળે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો..
પેશાબમાં મુશ્કેલી
જો વારંવાર વોશરૂમ જવું પડે, પેશાબ કંટ્રોલ ન થાય, પેશાબ જતી વખતે બળતરા થવી. પેશાબમાં લોહી પડવું વગેરે લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
ગળામાં દુખાવો
જો તમને ગળામાં દુખાવો થતો હોય તો જમવાનું ગળી ન શકાઈ, પાણી ન ગળી શકાઈ. તો તમારે ગળાની સારવાર કરાવવી અને ડોક્ટરનો સંપર્ક કરવો.
મોંઢાનું કેન્સર
મોઢાનું કેન્સર હોવા પર શરૂઆતમાં જ મોઢામાં ગાલની અંદરની તરફ છાલા પડી જવા, મોઢામાં ઘા, લાંબા સમય સુધી હોઠોનું ફાટવું અને ઘાનું આરામથી ન ભરાવુ જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. લાંબા સમય સુધી જો મોઢામાં સફેદ ધબ્બા, ઘા, ચાંદા રહે છે તો આગળ જઈને મોઢાનું કેન્સર બની શકે છે.
Recent Comments