અમરેલી જિલ્લાના ૯૪-ધારી બગસરા વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. બગસરા સ્થિત ધાણક કોલેજ ખાતે યુવા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ સંપન્ન થયો હતો. વધુમાં “વર્લ્ડ સ્ટુડન્ટ ડે” નિમિત્તે શુભેચ્છાપત્ર પણ વિદ્યાર્થીઓને પાઠવવામાં આવ્યા હતા. યુવાનોને ચૂંટણી પ્રક્રિયા, મતદાન અને તેમજ મતદાનના મહત્વ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
વર્લ્ડ સ્ટુડન્ટ ડે” નિમિત્તે ધાણક કોલેજ ખાતે યુવા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો


















Recent Comments