અમરેલી

વર્ષાઋતુને પગલે અમરેલી જિલ્લામાં આવેલ તમામ ડેમની જળ સપાટી વધી

અમરેલી જિલ્લામાં આજ રોજ પણ ગઈકાલની જેમ જ વરસાદ સારો નોંધાયો છે. જિલ્લામાં વરસાદના કારણે તમામ જળાશયોમાં પાણીની આવક શરુ થઈ છે. જિલ્લાની અંદર મુખ્ય કુલ ૧૦ સિંચાઈ યોજનાઓ આવેલી છે. ઠેબી સિંચાઈ યોજના, વડી સિંચાઈ યોજના, ખોડીયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક મુંજીયાસર, વડીયા, શેલ દેદુમલ, સુરજવડી, ધાતરવડી ૧ અને ૨ અને રાયડી સિંયાઈ યોજના અને ડેમ સાઈટ પર સારો વરસાદ નોંધાતા પાણીના લેવલમાં વધારો નોંધાયો છે. તા.૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાંજે ૪ વાગ્યે નોંધાયેલી વિગત મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં ખોડીયાર ડેમ સાઈટ પર ૧૦ મી.મી., ઠેબી ડેમ સાઈટ પર ૫ મી.મી., ધાતરવડી ૧  ડેમ સાઈટ પર ૧૦ મી.મી., રાયડી ડેમ સાઈટ પર ૨૦ મી.મી., શેલ દેદુમલ અને વડી ડેમ સાઈટ પર ૨૦ મી.મી,  સુરજવડી ડેમ સાઈટ પર ૩૦ મી.મી. અને ધાતરવડી-૨ ડેમ સાઈટ પર ૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં પડેલા વરસાદના લીધે તમામ ડેમ સાઈટ પર પાણીનું લેવલ ઊંચું આવ્યું છે.
        જળસિંચન વિભાગ અમરેલીના તાજેતરના આંકડા મુજબ ખોડીયાર ડેમના પાણીનું લેવલ ૨૦૧ મીટર, ઠેબી ડેમનું ૧૨૨ મીટર, ધાતરવડી ૧ ડેમનું ૭૭ મીટર, રાયડીનું  ૪૦ મીટર, વડીયાનું ૧૨૮ મીટર,  શેલદેદુમલનું ૧૭૬ મીટર, વડીનું ૧૩૦ મીટર, મુંજીયાસરનું ૬૧ મીટર, સુરજવડીનું ૪૮ મીટર અને ધાતરવડી-૨ ડેમના પાણીનું લેવલ ૩૦ મીટર છે. છેલ્લા ચોવીસ કલાકમાં તમામ ડેમ સાઈટ પર નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, સુરજવડી ડેમ સાઈટ પર સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને ઠેબી ડેમ સાઈટ પર સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં મુંજીયાસર અને વડીયા ડેમ સાઈટ પર વરસાદનું પ્રમાણ નહિવત છે

Related Posts