fbpx
અમરેલી

વર્ષાઋતુને પગલે ધારીનો ખોડિયાર જળાશય ૭૦ ટકાથી વધુ ભરાયો

 ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા બુધવારે સવારે ૧૦.૧૫ વાગ્યાની સ્થિતિએ જળાશય ૭૦.૩૬ ટકા ભરાયેલો હતો. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા ધારી, બગસરા, અમરેલી, લીલીયા અને સાવરકુંડલા તાલુકાના ૩૪ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

       આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકાના આંબરડી, પાદરગઢ, ભરડ, બગસરાના હાલારીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવડર, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, મેકડા, ફિફાદ, ધોબા, પીપરડી, આંકોલડા સહિતના ગામમાં તેની અસર થઈ શકે તેમ છે, વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા આજરોજ તા.૧૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૧૦.૧૫ વાગ્યે આ અંગે આથી સૂચના જારી કરવામાં આવી છે. 

Follow Me:

Related Posts