fbpx
અમરેલી

વર્ષાઋતુને પગલે સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ શેલ દેદુમલ જળાશય ૬૦ ટકાથી વધુ ભરાયો

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ પાસે દેદુમલ નદી પર શેલ દેદુમલ સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા તા. ૦૭/૦૮/૨૦૨૨ રવિવાર ૨૦.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશના ડિઝાઇન સ્ટોરેજ મુજબ જળાશયના પાણીની ટકાવારી હાલ ૬૦.૪૦ ટકા છે. જળાશયની નિર્ધારિત સપાટી/રુલ લેવલ (૧૭૭.૬૦) જાળવવા માટે વરસાદના લીધે જળાશયમાં પાણીની સતત આવક થતાં હવે ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ ઉપરાંત ધારી તાલુકાના શેલ ખંભાળીયા, દીટલા, નાના સમઢીયાળા, ઈન્ગોરાળા (ડુંગરી), કમી, કેરાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

Follow Me:

Related Posts