વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સને પીડાઈ રહ્યા છે ગંભીર બીમારીથી જે લોકો નહિ જાણતા હોવ..
મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થથાન બનાવે છે. પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા ઉત્સાહમાં જ રહે છે. શું તમને ખ્યાલ છે કે, બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે. જે લાંબા સમયથી અનેક બીમારીઓનો શિકાર છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે. જેમાં અજય દેવગણ, સોનમ કપૂર, સામંથા રૂઠ પ્રભુ, સલમાન ખાન અને વરુણ ધવનનું નામ પણ સામેલ છે..
અજય દેવગન પોતાની ફિલ્મમાં જેટલો દમદાર એક્ટિગ કરે છે.રિયલ લાઈફમાં તે એટલો જ દુખી છે. તેને બોર્ડરલાઈન ર્ંઝ્રડ્ઢની સમસ્યા પણ છે. કાજાેલે એક જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સોનમ કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેને ડાયાબિટીસ છે. આ બીમારી તેને નાની ઉંમરથી જ છે. પરંતુ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે. અભિનેત્રી લાંબા સમયથી યોગ અને મેડિટેશન પર ધ્યાન આપે છે..
સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજાે આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે. બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે. વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.
Recent Comments