અમરેલી

વર્ષોથી ભંગાર હાલતમાં રહેલા સર્કિટ હાઉસ નો સમય બદલાયો, સાવરકુંડલા શહેરમા રૂ.૨૫ લાખના ખર્ચે આરામ ગૃહનું રિનોવેશન બાદ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા ખુલ્લુ મુકાયુ.

સાવરકુંડલા શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે ના વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તક નું આરામ ગૃહ જે સાવ ખંડેર હાલતમાં હતું,તેને ધારાસભ્ય કસવાલા ચુંટાય આવ્યા બાદ તરત જ ઘ્યાને લીધેલ અને વહીવટી તંત્રને તાકીદ કરેલ જેમાં રૂા.૨૫ લાખના ખર્ચે આ ખંઢેર થયેલ આરામ ગૃહને એકદમ સ્વચ્છ અને સુવિધાયુક્ત આ આરામ ગૃહમાં ફર્નિચર સાથે નવો સ્લેબ, કોન્ફરન્સ રૂમ, મીટીંગ રૂમ અને અધિકારીઓ, પદાધીકારીઓ માટે બે રૂમ સુવિધા યુક્ત તથા કલર કામ, ફ્લોરિંગ કામ, બારી બારણા, તથા બિલ્ડીંગ ને લગત આનુસાંગીક કામગીરી કરવામાં આવેલ છે અને એકદમ સુવિધાયુક્ત આરામ ગૃહ બનાવવામાં આવેલ છે. જેનું આજ રોજ આ વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. તેમજ આ આરામ ગૃહ વહીવટી તંત્રને મિટિંગો અને કોન્ફરન્સ માટે ખુબ જ ઉપયોગી થશે. આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઇજનેર પડસાળા તથા હડિયા અને બાંધકામ શાખાના કલાર્ક અતુલભાઈ મહેતા સહિત કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts