વર્ષો જુની સ્ટુઅર્ટ લાયબ્રેરીને ભાડે આપવાની નોબત આવી
૮ સપ્ટેમ્બર ૧૮૬૬માં પંચમહાલના કલેકટર સ્ટુઅર્ટ દ્વારા ફક્ત ૪૨ પુ્સ્તકો આપીને લાયબ્રેરીની સ્થાપના કરી હતી. કલેકટરના નામ પરથી લાયબ્રેરીનું નામ સ્ટુઅર્ટ લાયબ્રેરી નામ રાખવામાં આવ્યું હતુ.રામ સાગર તળાવના કિનારે પતરાના છાપરામાં ૪૨ પુસ્તકોથી શરૂ કરેલી લાયબ્રેરી આજે પુસ્તકોનો ભંડાર બની ગયો છે. ૧૫૫ વર્ષ જુની સ્ટુઅર્ટ લાયબ્રેરીમાં હાલ ૩૬૫૦૦ પુસ્તકોનો ભંડાર છે. પણ પુરતા વાંચકો નથી. પુસ્તકાલયમાં ૫૦૦ સભ્યો ઘટીને હાલ ફક્ત ૫૦ સભ્યો લાયબ્રેરીના પુ્સતકોનું વાંચન કરે છે.
વર્ષ ૧૫૫ જુની અને એક સમયે શહેરની શાન ગણાતી સ્ટુઅર્ટ લાયબ્રેરી પોતાનો ખર્ચ કાઢવા લાયબ્રેરીના હોલ ભાડે આપવાનું નક્કી કરીને આર્થીક ભારણ ઓછું કરશે. ત્યારે લાયબ્રેરીની ખાલી ખુરશીઓ વાંચકોની રાહ જાેઇ રહ્યું છે. ત્યારે હસ્ત લેખીત પુ્સ્તકો અને અસંખ્ય પુરાણીક અને અભ્યાસલક્ષી પુસ્તકોની સજ્જ સ્ટુઅર્ટ લાયબ્રેરીની આજના યુવાનો એક લટાર મારે ચોક્કસ વાંચનનું ધેલું લાગી જશે.ગોધરા સહીત જિલ્લાને ગર્વે લેવા જેવી વર્ષો જુની ઐતિહાસિક સ્ટુઅર્ટ લાયબ્રેરી હાલ આર્થીક સકડામણ અનુભવી રહી છે. આધુનિક જમાનામાં વાંચનનું સ્તર નીચે જતાં લાયબ્રેરીના સભ્ય સતત ઘટીને ૫૦ સભ્ય પણ આવી ગયા છે. લાયબ્રેરીમાં ૨૩૮૪૪ ગુજરાતી, ૭૧૧૩ અગ્રેજી, ૫૩૩૨ હિન્દી તથા ૨૦૩ સંસ્કૃત સહીતની ભાષાના પુસ્તકો વાંચન માટે છે. લાયબ્રેરીએ આધુનિકતા અપનાવીને કોમ્યુટરમાં પુસ્તકોનું લીસ્ટ અને સ્કેનર મશીનથી કામગીરી ચાલુ કરી પણ મોબાઇલ યુગમાં વાચકો ન આવતાં લાયબ્રેરીની ખુરશીઓ ખાલી પડી રહી છે.દાતાઓથી પુસ્તકો સાથે નાણાંની સહાય કરે છે. પણ એ સહાય પુસ્તકો અને લાયબ્રેરીની જાળવણીમાં પણ ઓછી પડતાં લાયબ્રેરીની નીચે આવેલા હોલને ભાડે આપીને લાયબ્રેરીની આર્થીક સકડામણનું ભારણ ઓછું કરવાનું લાયબ્રેરીના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે. સ્ટેઅર્ટ લાયબ્રેરીમાં ઇ.સ ૧૮૦૦ની સાલના અંદાજીત બે થી ત્રણ કિલો વજન ધરાવતાં ઐતિહાસિક પુસ્તકો પણ સાચવેલા છે.
વર્ષ ૧૯૧૯માં રાજકીય પરીષદ વખતે મહાત્મા ગાંધીજી સાયકલ લઇને લાયબ્રેરીની મુલાકાત લીધી હતી. દેશની ઐતિહાસીક લાયબ્રેરીમાં ગોધરાની સ્ટેઅર્ટ લાઇબ્રેરી આવે છે. ત્યારે ગોધરાની સ્ટુઅર્ટ લાયબ્રેરીની શહેરીજનો મુલાકાત લઇને પુસ્તકાલયમાં ઇતિહાસ અને હાથથી લખેલા પુસ્તકોનું વાંચનથી ભારતના ઇતીહાસનું જ્ઞાન મળશે.
Recent Comments