લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સતત લોકો વચ્ચે રહી લોકોના કામ ગામના વિકાસના કાર્યો રાજ્ય સરકારની વિવિધ યોજના ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી તાલુકા અને જિલ્લા આયોજનમાં મંજૂર કરાવી ગામની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહર પૂરું પાડી રહ્યા છે
ત્યારે લાઠી તાલુકાના ચાંવડ થી શેખપીપળીયા સુધીનો માર્ગ વર્ષોથી બિસમાર હાલતમાં હતો ગામના લોકોએ અનેકવાર રજુઆત કરવા છતાં આ કમરતોડ રસ્તાની મરામત કે નવો બનાવવાની રજુઆતને ધ્યાને લેવામાં આવતી નોહતી ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા શેખપીપળીયા ગામના લોકોની માંગણી અને લાગણી ને ધ્યાને અહીં ચાંવડ થી શેખપીપળીયા સુધીનો માર્ગ મંજુર કરાવી સમય મર્યાદામાં ગુણવત્તા યુક્ત કામ પૂર્ણ કરાવતા ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી સમસ્ત ગામના લોકો તેમજ સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને પત્ર પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી શેખપીપળીયા ગામના સરપંચ બાબુભાઇ ધાધલ,ડી એલ સોજીત્રા,પી,ડી ભાદાણી,મનોજ કાકડીયા,નૌશાદ પીરજાદા,પ્રવીણભાઈ, જયદેવ ભાદાણી,મગનભાઈ,વસંતબેન,રોશનબેન,મનિષાબેન,ગોરધનભાઈ,અશ્વિનભાઈ,અશોકભાઈ સહિતના ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓ અને લોકોએ માર્ગ બનાવવા બદલ પત્ર પાઠવી ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો
વર્ષો જૂની માંગ સંતોષાતા લાઠી તાલુકાના ચાંવડ થી શેખપીપળીય સુધીનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મંજુર કરાવી કામ પૂર્ણ કરાવતા સમસ્ત ગ્રામ જનો દ્વારા પત્ર પાઠવી ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો

Recent Comments