વર્ષો બાદ ધારી વિસ્તારને મંત્રી પદની મળેલ તક છીનવાઈ ગઈ
અમરેલી જિલ્લાના એકમાત્ર ભાજપના ધારી- બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાનું નામ મંત્રી મંડળની યાદીમાંથી છેલ્લી ઘડીએ નીકળી જતાં જિલ્લાની જનતા અને ખાસ કરીને લેઉવા પટેલ સમાજના મતદારો અને સ્થાનિક કાર્યકરોમાં કચવાટની લાગણી ઉભી થઈ છે.
છેલ્લા ર દિવસથી જે.વી. કાકડીયાનું નામ મીડિયા જગતમાં ચાલી રહયું હતું. તેઓને ફોન પણ આવ્યો હોવાનું મીડિયા જણાવી રહયું હતું. જે અનુસંધાને ધારી- બગસરા ખાતે આજે સવારે ભાજપના કાર્યકરોએ આતશબાજી અનેમીઠાઈ વિતરણ પણ કર્યું અને છેલ્લી ઘડીએ નામની બાદબાકી થઈ જતાં સમગ્ર જિલ્લામાં આશ્ચર્ય ઉભુ થયું છે.
જો કે એવું ચર્ચાઈ રહયું છે કે જિલ્લાના રાજકારણમાં ચાલતી જૂથબંધીના કારણે જે.વી. કાકડીયાને મંત્રી પદથી વંચિત રહેવું પડેલ છે.
Recent Comments