મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા મહિલાઓ માટે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવા અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૨૦ થી ૫૦ રહેશે તેમજ આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક મિનિમમ ૭ કલાક રહેશે તથા તાલીમમાં રેગ્યુલર ઉપસ્થિત રહેનાર મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા ચુકવવામાં આવશે. જેનો લાભ લેવા માંગતા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in તા.૩૧/૦૧/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
લાભ લેવા ઇચ્છુક બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેંટ જેવા કે રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ જોડીને મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ), સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર કચેરીએ રૂબરૂ કે ટપાલ દ્વારા રજુ કરવા જણાવવામાં આવેલ છે તેમજ અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેંટ અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડનની તાલીમનું પણ આયોજન કરેલ છે તો લાભ લેવા ઇચ્છુક ૧૮ થી ૫૦ વર્ષના તમામ લાભાર્થીઓએ કચેરી ખાતે રૂબરૂ તથા ટપાલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડનની તાલીમનું પણ આયોજન કરેલ છે, લાભ લેવાં ઇચ્છુક ૧૮ થી ૫૦ વર્ષનાં તમામ લાભાર્થીઓએ કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Recent Comments