અમરેલી

વર્ષ ૨૦૨૩-૨૪ માટે એફીડેવીટ દરખાસ્ત ફાઇલ તા.૧૮ એપ્રિલ, ૨૩ સુધીમાં જમા કરાવવી

અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના તાબા હેઠળ આવતી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ખાનગી શાળાઓની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે  FEES REGULATION ACT-૨૦૧૭ અન્વયે એફીડેવીટ દરખાસ્ત ફાઇલ રુબરુમાં કચેરી ખાતે જમા કરાવવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે. એફીડેવીટ દરખાસ્ત ફાઇલ જમા કરાવવાની છેલ્લી તા.૧૮ એપ્રિલ,૨૦૨૩ છે. એફીડેવીટ દરખાસ્ત ફાઇલ અંગેના પત્રો તેમજ સંબંધિત સૂચનાઓ http:deoamreli.com પર પત્ર નંબર ૨૪૫૬-૫૮થી મૂકવામાં આવી છે, જે ધ્યાન પર લઈને કચેરી ખાતે ૨ કોપીમાં રુબરુ પહોંચાડવી. સમય મર્યાદામાં એફીડેવીટ-દરખાસ્ત ફાઇલ જમા કરાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિઓ માટે શાળા ઉપરાંત સંચાલકો મંડળ જવાબદાર રહેશે. આથી આ કામગીરી માટે તાકીદ કરવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts