વર્ષ ૨૦૪૦ સુધી ૪૪ દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે
માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી. આવું હાલમાં કરવાામાં આવેલ એક સ્ટડીમાં ડરાવવા માટે પૂરતું છે. જાેકે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતને વધારે તકલીફ નહીં પડે. કારણકે, અહીં જળસંગ્રહની વ્યવસ્થા સારી છે. નવી સ્ટડી પ્રમાણે વર્ષ ૨૦૪૦ સુધી ૪૪ દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે. તો ૨૦૨૫ સુધી ૪૮ દેશોમાં લગભગ ૨.૮ અરબ લોકોને પીવાનું પાણી પણ નહીં મળે.
તેની સાથે જ આગામી ૨થી ત્રણ દાયકામાં મોટી જનસંખ્યા તેનાથી પ્રભાવિત થઈ જશે. જર્મનીમાં યુનિવર્સિટી ઓફ બોનના ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈકોનોમિક રિસર્ચમાં પ્રોફેસર ડોક્ટર યાનિસ મનિયાતિસ અને તેમના કેટલાંક વિદ્યાર્થીઓએ આ અંગે રિસર્ચ કર્યુ. તેનાથી સંબંધિત ડેટા પર લાંબા સ્ટડી પછી ટીમ આ પરિણામ પર પહોંચી. રિસર્ચરોનું માનવું છે કે દુનિયામાં મેડિટેરિયન દેશ પૃથ્વી પર પોતાના લોકેશનના કારણે દુષ્કાળના સૌથી વધારે રિસ્ક પર છે. છેલ્લાં ૫૦૦ વર્ષના ઈતિહાસમાં યૂરોપ હાલના સમયમાં સૌથી લાંબા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૫ સુધી દુનિયાના ૪૮ દેશોના ૨.૮ અરબ લોકોને પીવાનું પાણી નસીબ નહીં થાય. જ્યારે ૨૦૫૦ સુધી લોકોનો આ આંકડો ૭ અરબ સુધી પહોંચી જશે.
વર્તમાન સમયમાં દુનિયામાં સૌથી વધારે પાણીનો ઉપયોગ અમેરિકા અને પછી ગ્રીસમાં કરવામાં આવી રહ્યો છે. સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે મોટાભાગનું પાણી માત્ર સિંચાઈ જ નહીં પરંતુ અલગ- અલગ વસ્તુઓ માટે કરવામાં આવે છે. પાણીને લઈને થયેલ સ્ટડીમાં દર્શાવવામાં આંકડા માણસો માટે ભયાનક જરૂર છે. પરંતુ જાે પાણીના ખોટા ઉપયોગને રોકવા માટે દુનિયામાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ બદલાઈ શકે છે. જાેકે પાણીને બચાવવા માટેની મુહિમ સૌથી પહેલાં પોતે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જાેઈએ.
આથી તમારે પણ એ જાણવું જરૂરી છે કે પાણીની કેવી રીતે બચત કરવી જાેઈએ. માણસ સૌથી વધારે પાણીનો વપરાશ ઘરમાં જ કરે છે. સામાન્ય રીતે હાથ ધોવા માટે અવારનવાર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પાંચ લોકો હાથ ધોઈ શકે. જાેકે આ માત્ર ઉદાહરણ છે. પરંતુ અવારનવાર લોકો ઘરમાં બિનજરૂરી પણ પાણીનો ખર્ચ કરતા રહે છે. તેને અટકાવવું બહુ જરૂરી છે. તેના માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ અને પાણીને કોઈપણ કામ વિના વેડફવું જાેઈએ નહીં.
Recent Comments